તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 14th December 2025
અંડર-19 એશિયા કપ 2025:પાંચમા મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 90 રનના મોટા માર્જીનથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીનું બેટ નિષ્ફળ રહ્યું :એરોન જ્યોર્જે અડધી સદી ફટકારી: દિપેશ દેવેન્દ્રએ ત્રણ વિકેટ ઝડપી

ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2025ના પાંચમા મેચમાં ભારતીય અંડર-19 ટીમે પાકિસ્તાન અંડર-19 ટીમને 90 રનથી હરાવ્યું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 46.1 ઓવરમાં 240 રન બનાવ્યા. વરસાદને કારણે મેચ 49-49 ઓવરની કરવામાં આવી હતી. જવાબમાં, પાકિસ્તાન 41.2 ઓવરમાં 150 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું. આ ભારતનો સતત બીજો વિજય છે. અગાઉ, ટીમ ઈન્ડિયાએ યુએઈને હરાવીને જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી.
ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાની શરૂઆત નબળી રહી હતી. ગત મેચનો હીરો વૈભવ સૂર્યવંશીને 5 રને આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ કેપ્ટન આયુષ મ્હાત્રેએ એરોન જ્યોર્જ સાથે બીજી વિકેટ માટે 49 રન જોડીને ઇનિંગને સ્થિર કરી. આયુષની ઇનિંગ 10મી ઓવરમાં 25 બોલમાં 38 રન બનાવીને સમાપ્ત થયો. યુએઈ સામેની છેલ્લી મેચમાં 69 રન બનાવનાર વિહાન મલ્હોત્રા ફક્ત 12 રન બનાવી શક્યો. આ દરમિયાન વેદાંત ત્રિવેદીએ 22 બોલમાં 7 રનની ધીમી ઇનિંગ રમી.
વિકેટકીપર અભિજ્ઞાન કુંડુએ 22 રન બનાવીને ઇનિંગ્સને સ્થિર કરી. આ દરમિયાન, સદીની નજીક પહોંચેલા એરોન કેચ આઉટ થયો. તેણે 88 બોલનો સામનો કર્યો અને 85 રન બનાવ્યા. નીચલા ક્રમમાં ખિલન પટેલે 6, કનિષ્ક ચૌહાણએ 46, હેનિલ પટેલે 12 અને દીપેશ દેવેન્દ્રને 1 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ સૈયમ અને અબ્દુલ સુભાને 3-3 વિકેટ લીધી. નિકાબ શફીકે 2 વિકેટ લીધી. અલી રઝા અને અહેમદ હુસૈને 1-1 વિકેટ લીધી.
241 રનનો પીછો કરતા, પાકિસ્તાનનું ટોપ ઓર્ડર દિપેશ દેવેન્દ્રન નામના વાવાઝોડા સામે ઉડી ગયું. દીપેશ પાકિસ્તાનને સતત ત્રણ ઝટકા આપ્યા. તેણે 9મી ઓવરના પહેલા બોલ પર સમીર મિન્હાસને આઉટ કર્યો. સમીરે 20 બોલનો સામનો કર્યો અને 9 રન બનાવ્યા. પાછલી મેચમાં સમીરે અણનમ 177 રન બનાવ્યા હતા. તેથી, તેની વિકેટ ભારત માટે મહત્વપૂર્ણ હતી.
દીપેશે 11મી ઓવરમાં અલી હસન બલોચ (0) અને 13મી ઓવરમાં અહેમદ હુસૈન (4) ને આઉટ કર્યા. પાકિસ્તાને 30 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી. અહેમદ હુસૈન પછી, ઓપનર ઉસ્માન ખાન પણ કેચ આઉટ થયો. તેણે 42 બોલમાં 16 રનની ધીમી ઇનિંગ રમી. કેપ્ટન ફરહાન યુસુફ (23)ને વૈભવ સૂર્યવંશીએ આઉટ કર્યો. વિકેટકીપર હમઝા ઝહૂર (4) પણ ખાસ ફરક પાડવામાં નિષ્ફળ ગયો. અબ્દુલ સુભાન 6 રન બનાવ્યા.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
