<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

હાર્દિક-ગંભીર વચ્‍ચે બોલાચાલી?: વિડીયો વાયરલ

 

નવી દિલ્‍હીઃ ભારતીય ટીમની હાર બાદ ગૌતમ ગંભીર અને હાર્દિક પંડયાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગૌતમ ગંભીર અને હાર્દિક પંડયા વચ્‍ચે કોઇ બાબતે બોલાચાલી થઈ રહી છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ગંભીર અને હાર્દિક થોડા મિનિટો માટે વાતચીત કરતા જોવા મળે છે. તેમના ચહેરાના હાવભાવ સૂચવે છે કે, ભારતીય ટીમની હાર પછી ગંભીર નિરાશ અને હાર્દિકના પ્રદર્શન વિશે ચર્ચા કરી રહ્યા છે.

(3:28 PM IST)