તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
સચિન-કોહલીની જોડીનો જાદુ! રોહિત શર્મા ICC ODI રેન્કિંગમાં ટોચ પર યથાવત, વિરાટ કોહલી બે સ્થાનની મોટી છલાંગ લગાવી બીજા ક્રમે પહોંચ્યો
દક્ષિણ આફ્રિકા સામેની શાનદાર ત્રણેય ઇનિંગ્સના જોરે વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો, શુભમન ગિલ પાંચમા ક્રમે

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા જાહેર કરાયેલી નવીનતમ ODI રેન્કિંગમાં ભારતીય બેટ્સમેનોનું પ્રભુત્વ જોવા મળ્યું છે. બુધવારે જાહેર કરાયેલા રેન્કિંગમાં, ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટોચના સ્થાન પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે, જ્યારે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ લાંબા સમય બાદ બે સ્થાનની જબરદસ્ત છલાંગ લગાવીને બીજું સ્થાન હાંસલ કર્યું છે.
રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા ODI શ્રેણી દરમિયાન નંબર વનનું સ્થાન મેળવ્યું હતું અને દક્ષિણ આફ્રિકા સામેની તાજેતરની ત્રણ મેચની ODI શ્રેણીમાં 57, 14 અને 75 રનની ઇનિંગ્સ રમીને પોતાનું ટોચનું સ્થાન મજબૂત રાખ્યું છે.
બીજી તરફ, વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 135, 102 અને 65 રનની જોરદાર ઇનિંગ્સ રમીને ન માત્ર 'પ્લેયર ઓફ ધ સિરીઝ'નો એવોર્ડ જીત્યો, પરંતુ તેના આ પ્રદર્શનને કારણે તે ICC ODI રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે.
ટોપ-10માં અન્ય ભારતીય ખેલાડીઓ:
ભારતીય ટીમના ODI કેપ્ટન શુભમન ગિલ પાંચમા સ્થાને છે. જોકે, ઈજાને કારણે ગિલ અને શ્રેયસ ઐયર દક્ષિણ આફ્રિકા ODI શ્રેણીનો ભાગ નહોતા. શ્રેયસ ઐયર એક સ્થાન નીચે ઉતરીને દસમા સ્થાને છે.
ભારતીય વિકેટકીપર કેએલ રાહુલે પણ દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં સારી બેટિંગ કરીને બે સ્થાનનો ફાયદો મેળવ્યો છે અને હવે તે 12મા ક્રમે છે.
ટોપ-5માં ફેરફાર:
કોહલીના ઉછાળાને કારણે ન્યૂઝીલેન્ડના ડેરિલ મિશેલ અને અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝદરાન એક-એક સ્થાન નીચે ઉતરીને અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને પહોંચી ગયા છે. પાકિસ્તાનનો બાબર આઝમ છઠ્ઠા સ્થાને છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
