<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

શ્રીલંકા સામે ટીમ ઇન્‍ડિયાની વૂમન્‍સ ટીમ જાહેરઃ જી. કમલિની અને વૈશ્‍ણવી શર્માની એન્‍ટ્રી

વર્લ્‍ડકપ જીત્‍યા બાદ પ્રથમ વખત ભારતની ટીમ ઘરઆંગણે મેદાનમાં ઉતરશે

નવી દિલ્‍હી : શ્રીલંકાની મહિલા ટીમ ડિસેમ્‍બરમાં પાંચ મેચની ટી૨૦ શ્રેણી માટે ભારતનો પ્રવાસ કરશે. આ પ્રવાસની પહેલી મેચ ૨૧ ડિસેમ્‍બરે વિશાખા પટ્ટનમમાં રમાશે. આ શ્રેણી માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે. વા-ડે વર્લ્‍ડ કપ જીત્‍યા પછી ભારતીય મહિલા ટીમ મેલાન પર પહેલી વાર મેચ રમશે. આ શ્રેણી માટે હરમનપ્રીત કોૈરને કેપ્‍ટન અને સ્‍મૃતિ મંધાનાને વાઇસ-કેપ્‍ટન તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.

તમને જણાવી દઇએ કે ભારતની અંડર-૧૯ મહિલા ટી૨૦ વર્લ્‍ડ કપ વિજેતા ટીમનો ભાગ રહેલી  જી. કમલિની અને વૈષ્‍ણવી શર્માને ૧૫ સભ્‍યોની ટીમમાં સામેલ કરવામાં આવી છે. આ ખેલાડીઓએ ભારતીય ટીમમાં પહેલી વાર સ્‍થાન મળ્‍યું છે. જેમીમા રોડ્રિગ્‍સ, શેફાલી વર્મા, હરલીન દેઓલ અને અમનજોત કોૈર પણ આ શ્રેણી માટે ટીમ ઇન્‍ડિયાના ટીમનો ભાગ છે. શ્રીલંકા શ્રેણી માટે ભારતીય મહિલા ટીમની ટીમ : હરમનપ્રીત કોૈર (કેપ્‍ટન), સ્‍મૃતિ મંધાના(વાઇસ-કેપ્‍ટન), દીપ્‍તિ શર્મા, સ્‍નેહ રાણા, જેમિમા રોડ્રિગ્‍સ,  શેફાલી વર્મા, હરલીન દેઓલ, અમનજોત કોૈર, અરુંધતિ રેડ્ડી, ક્રાંતિ ગોૈડ, રેણુકા સિંહ ઠાકુર, ઋચા ઘોષ (વિકેટ કિપર), જી. કમલિની (વિકેટકિપર), શ્રી ચરણી, વૈષ્‍ણવી શર્મા.

સમયપત્રક : પ્રથમ ટી૨૦ : ૨૧ ડિસેમબરઃ વિશાખાપટ્ટનમ, બીજી ટી૨૦ : ૨૩ ડિસેમ્‍બર : વિશાખાપટ્ટનમ, ત્રીજી ટી૨૦: ૨૬ ડિસેમ્‍બરઃ તિરુવનંતપુરમ, ચોથી ટી૨૦: ૨૮ ડિસેમ્‍બર : તિરુવનંતપુરમ, પાંચમી ટી૨૦ : ૩૦ ડિસેમ્‍બરઃ તિરુવનંતપુરમ. 

 

(3:04 PM IST)