તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 10th December 2025
ત્રણ ક્રિકેટરોએ ટીમના હેડ કોચ પર કર્યો જીવલેણ હુમલો:ખંભામાં ફ્રેકચર - માથામાં 20 ટાંકા આવ્યા
ખેલાડી ટી20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પસંદગી ન થતા નારાજ હતા: પુડુચેરી અંડર-10 ક્રિકેટ ટીમના હેડ કોચે ત્રણ ખેલાડીઓ સામે હુમલાનો કેસ દાખલ કર્યો: હુમલો કરનારા ત્રણ ખેલાડીઓ હાલ ફરાર

પુડુચેરી ક્રિકેટ એસોસિએશનની અંડર-19 ટીમના હેડ કોચ એસ.વેંકટરમન પર 3 સ્થાનિક ક્રિકેટરોએ હુમલો કર્યો છે. આ ઘટના 8 ડિસેમ્બરની છે. જેમાં હેડ કોચના માથામાં ગંભીર ઈજા થઈ છે. તેમજ તેના ખંભામાં ફેકચર થયું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ખેલાડી ટી20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પસંદગી ન થતા નારાજ હતા. આ મામલે હવે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
સેડારપેટ પોલિસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર એસ.રાજેશે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, હેડ કોચ વેંકટરમણના માથા પર 20 ટાંકા આવ્યા છે. તેની હાલત હાલ સ્થિર છે. પોલીસે આરોપી ખેલાડીઓને લઈ જણાવ્યું કે, તમામ આરોપી ફરાર છે. અન્ય કાર્યવાહી આગળની જાણકારી મળ્યા બાદ કરવામાં આવશે.
અંડર 19 ટીમના કોચ એસ.વેંકટરમણ સીએપીના પૂર્વ સચિવ પણ રહી ચૂક્યા છે. તેમણે 8 ડિસેમ્બરના રોજ ખુદ હુમલાની ફરિયાદ કરી 3 સ્થાનિક ક્રિકેટરોના નામ આપ્યા હતા. જેના નામ કાર્તિકેયન જયસુંદરમ,એ અરવિંદરાજ અને એસ સંતોષ કુમારન છે. જેમાં કાર્તિકેયન સીનિયર ખેલાડી છે. જેમણે અલગ અલગ ફોર્મેટમાં કુલ 6 મેચ રમી છે. અરવિંદરાજ અને સંતોષ કુમારન, રણજી ટ્રોફીમાં પુડુચેરીનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલો ખેલાડી છે. વેંકટરમણે પોતાની ફરિયાદમાં ભરતિદાસન પુડુચેરી ક્રિકેટર્સ ફોરમના સચિવ જી ચંદ્રન પર હુમલાને ભડકાવવાનો આરોપ પણ લગાવ્યો છે.CAP એ આ સમગ્ર મામલે કોઈપણ નિવેદન આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
