<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

ભારતનો પ્રથમ T20Iમાં 101 રનથી સાઉથ આફ્રિકા સામે શાનદાર વિજય :બોલરોએ તરખાટ મચાવ્યો : હાર્દિક પટેલે 59 રન ફટકાર્યા

ભારતીય ટીમે પ્રથમ બેટીંગ કરતા 176 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 74 રન કરીને ઓલઆઉટ

મુંબઈ : ભારતે સાઉથ આફ્રિકાને પહેલા T20માં 101 રનથી હરાવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી. મંગળવારે કટકના બારાબાતી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાએ બોલિંગ પસંદ કરી. ભારતે હાર્દિક પંડ્યાની ફિફ્ટીના દમ પર 6 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા. જવાબમાં મહેમાન ટીમ 74 રન બનાવીને જ ઓલઆઉટ થઈ ગઈ. 

. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. હાર્દિકે 28 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 59 રન બનાવ્યા, જેના કારણે ભારત 20 ઓવરમાં છ વિકેટે 175 રન સુધી પહોંચી ગયું. હાર્દિક સિવાય ભારત માટે અન્ય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહીં.  

  હાર્દિક ઉપરાંત  તિલક વર્માએ 26, અક્ષર પટેલે 23, અભિષેક શર્માએ 17, કેપ્ટન સૂર્યકુમાર યાદવે 12 અને શિવમ દુબેએ 10 રન બનાવ્યા. જીતેશ શર્મા 10 રન બનાવી અણનમ રહ્યા. દક્ષિણ આફ્રિકા તરફથી લુંગી એન્ગીડીએ ત્રણ વિકેટ લીધી, જ્યારે લુથો સિપામલાએ બે અને ડોનોવન ફરેરાએ એક વિકેટ લીધી.

(10:24 PM IST)