તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Friday, 5th December 2025
વિરાટ અને રોહિત બોલવાનું શરૂ કરશે તો ટીકાકારોની બોલતી બંધ થઇ જશેઃ રવિશાસ્ત્રી
આ બન્ને ખેલાડીઓની તાકાત, અનુભવ અને તાકાત આજે પણ એટલો જ મહાન

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલી અને રોહિત શર્માની ટીકા કરનારાઓ અને તેમની પ્રતિબદ્ઘતા પર સવાલ ઉઠાવનારાઓને કડક ચેતવણી તેમણે કહ્યું કે, '' બે દિગ્ગજ ખેલાડીઓ સાથે પંગો ન કરવો જોઈએ.' તેમના આ નિવેદનથી એવી અટકળો તેજ થઈ છે કે શાસ્ત્રીએ નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકરને નિશાન બનાવ્યા છે.
એક મીડિયા ઈન્ટરવ્યૂમાં રવિ શાસ્ત્રીએ કોહલી અને રોહિતનો પક્ષ લેતા ટિપ્પણી કરતા કહ્યું કે, 'જો કોહલી અને રોહિત યોગ્ય રીતે જવાબ આપવાનું શરૂ કરશે, તો તેની સામે બોલનારાઓને તરત જ બાજુ પર ધકેલી દેવામાં આવશે અને કયાંય દેખાશે નહીં.' રવિ શાસ્ત્રીએ સ્પષ્ટતા કરી કે બંને ખેલાડીઓની તાકાત, અનુભવ અને પ્રભાવ આજે પણ એટલો જ મહાન છે, અને કોઈ પણ તેમના મહત્ત્વને ઓછો આંકી શકે નહીં. નોંધનીય છે કે, રવિ શાસ્ત્રીનો વિરાટ કોહલી સાથે ગાઢ સંબંધ રહ્યો છે અને તેઓ રોહિત શર્મા સાથે પણ લાંબા સમય સુધી કામ કરી ચૂકયા છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
