<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

બન્ને ડેટ કરી રહયા છે ?: વોશીંગ્ટન સુંદર અને અભિનેત્રી સાહિબા બાલીનો ફોટો વાયરલ

 

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા સામે વન-ડે સીરિઝ રમી રહેલા વોશિંગ્ટન સુંદર તેની ગેમની સાથે સાથે આજકાલ તેમની પર્સનલ લાઈફને લીધે પણ ચર્ચામાં છે. સુંદરનું ક્રિકેટમાં ફોર્મ આજકાલ ઠીક ચાલી રહ્યું છે પણ પર્સનલ લાઈફમાં સુંદર ફૂલફોર્મમાં છે. સ્પિન ઓલરાઉન્ડર સુંદરનું નામ આજકાલ બોલીવુડ એકટ્રેસ અને સ્પોર્ટ્સ પ્રેઝેનટર સાહિબા બાલી સાથે જોડાઈ રહ્યું છે. અને તેનું કારણ છે કે હમણાં થોડા દિવસ પહેલા બંનેનો સાથે એક ફોટો વાયરલ થયો છે. અને આ ફોટો વાયરલ થવાને કારણે વોશિંગ્ટન સુંદર અને સાહિબાના અફેરની ચર્ચાએ વેગ પકડ્યો છે. ફેન્સનો એક જ સવાલ છે કે શું તેઓ બંને ડેટ કરી રહ્યા છે.?  

સોશિયલ મીડિયા પર એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વોશિંગ્ટન સુંદર અને સાહિબા બાલી સાથે બેઠા છે અને કોફી પી રહ્યા છે.   તેઓ હસતા અને એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે. ચાહકોએ તેમના સંબંધો વિશે અટકળો શરૂ કરી દીધી છે. જોકે બંનેમાંથી કોઈએ કયારેય આ વિશે વાત કરી નથી. સ્પોર્ટ્સ પ્રેઝન્ટર તરીકે સાહિબા કયારેક ટીમ સાથે મુસાફરી કરે છે. તેથી, આ વાયરલ વીડિયો તે સમયનો હોઈ શકે છે. સુંદર કયારેય પોતાના અંગત જીવન વિશે જાહેરમાં કંઈ બોલતો નથી, તેથી જ તેણે આ બાબતે મૌન જાળવી રાખ્યું છે.

(4:32 PM IST)