તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
ટોસ હાર્યા, બીજી ઇનિંગમાં ઝાકળના લીધે બોલીંગ કરવી અશકય બની ગઇ હતીઃ રાહુલ
ફિલ્ડીંગ નબળી હોવાનું સ્વીકાર્યુ, બેટીંગમાં હજુ ૨૦-૨૫ રન બનાવવાની જરૂર હતી

નવી દિલ્હીઃ રાયપુર વનડેમાં હાર બાદ ભારતીય કેપ્ટન કેએલ રાહુલ નિરાશ હતા અને તેમણે હારના મુખ્ય કારણો જાહેર કર્યા હતા. તેમનું માનવું હતું કે બીજી ઇનિગમાં પડેલા ઝાકળને કારણે બોલિગ કરવી લગભગ અશક્ય બની ગઈ હતી, અને ટોસ જીતવો નિર્ણાયક સાબિત થયો.
કેએલ રાહુલે પ્રેઝન્ટેશન સેરેમનીમાં કહ્યું કે, ઝાકળને કારણે બીજી ઇનિગમાં બોલિગ કરવી ખૂબ મુશ્કેલ છે. અમ્પાયરોએ ઘણી વખત બોલ બદલ્યો, પરંતુ ટોસ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સતત બે ટોસ હારવા બદલ હું મારી જાતને કોસું છું.
રાહુલે બેટિગમાં પણ કચાસ રહી ગઈ હોવાનું સ્વીકાર્યું હતું. તેમનું માનવું હતું કે જો મિડલ ઓર્ડરે વધુ યોગદાન આપ્યું હોત તો સ્કોરબોર્ડ પર ૨૦-૨૫ રન વધારે હોત, જે નિર્ણાયક બની શક્યા હોત. હંમેશાં એવી વસ્તુઓ હોય છે જે આપણે વધુ સારી રીતે કરી શક્યા હોત. ૩૫૦ એક સારો સ્કોર લાગે છે, પરંતુ ડ્રેસિગ રૂમમાં, આપણે હંમેશા ચર્ચા કરીએ છીએ કે ભીના બોલથી બોલિગ કરતી વખતે બોલરોને મદદ કરવા માટે બીજા ૨૦-૨૫ રન કેવી રીતે ઉમેરવા.
કેએલ રાહુલે ફિલ્ડિંગમાં પણ સરળ રન આપ્યા હોવાનું સ્વીકારીને ત્રણેય વિભાગોમાં સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.(
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
