News of Thursday, 4th December 2025
૨૦૨૬ના ટી૨૦ વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની આકર્ષક જર્સી લોન્ચ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ ૨૦૨૬ વિશેષ બનવાનું છે, કારણ કે આવનારા ટીમ ઈન્ડિયાના ટી-૨૦ વર્લ્ડ કપ માટે નવી જર્સીનું અનાવરણ સત્તાવાર રીતે કરવામાં આવ્યું છે.
આ નવી જર્સીમાં પરંપરાગત ઇન્ડિયન બ્લુ સાથે આધુનિક ડિઝાઇનનું મિશ્રણ છે. ખભા પર સ્ટાઈલિશ ઓરેન્જ સ્ટ્રીપ્સ, છાતી પર INDIA લખાણ તથા બાજુએ તિરંગા એલીમેન્ટ્સ તેને સ્પોર્ટી અને આત્મવિશ્વાસી લુક આપે છે. ટીમ ઈન્ડિયાનો નવું લુક વિશ્વ કપમાં ભારોભાર ઉત્સાહ ઉમેરશે તેવી ફેન્સની માન્યતા છે.
ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬નું શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટની શરૂઆત ૭ ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચેના મેચથી થશે, જ્યારે ફાઈનલ ૮ માર્ચે રમાશે. કુલ ૨૦ ટીમો આ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ છે અને તેમને ચાર ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોપ બે ટીમો સુપર-૮માં જશે અને પછી સુપર-૮માંથી બે શ્રેષ્ઠ ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
