<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

બેટરો ચમકયા પણ બોલરોએ નિરાશ કર્યા

નબળી બોલીંગ, નબળી ફિલ્‍ડીંગ...ટીમ ઈન્‍ડિયા માટે ખતરાની ઘંટી આફ્રિકાએ ભારત સામે સૌથી વધુ રનના ચેઝ બનાવવાનો રેકોર્ડ પણ બનાવી લીધોઃ શનિવારે છેલ્લો વન-ડે

નવી દિલ્‍હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્‍ચેના રાયપુરમાં રમાયેલ બીજા વનડે મેચ ક્રિકેટ પ્રેમીઓને એક હાઈ વોલ્‍ટેજ થ્રિલર આપ્‍યો. ટીમ ઈન્‍ડિયાએ પહેલાં બેટિંગ કરી ૩૫૮ રનનો મજબૂત સ્‍કોર ઉભો કર્યો. જે વન-ડે ક્રિકેટમાં કોઈપણ ટીમ માટે જીતનો આધાર માનવામાં આવે. પરંતુ દક્ષિણ આફ્રિકાએ અદ્‌ભુત બેટિંગ લાઈન-અપના સહારે આ વિશાળ સ્‍કોરનો રેકોર્ડ બ્રેકિંગ ચેઝ કર્યો અને મેચને ચાર વિકેટથી જીતી કાઢી. આ જીત સાથે જ ત્રણ મેચની સીરીઝ હવે ૧-૧ થી બરાબરી પર આવી પહોંચી છે.

વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડે ભારતીય પારીને મજબૂત આધાર આપ્‍યો. કોહલીઓ પોતાની ૫૩મી સદી ફટકારી આ સિરીઝમાં સતત બીજી સદી ફટકારી હતી. જ્‍યારે ગાયકવાડે પોતાની કારકિર્દીનુ પ્રથમ સદી ફટકારી હતી. બંજે વચ્‍ચે ત્રીજી વિકેટ માટે ૧૯૫ રનની જબરદસ્‍ત ભાગીદારી થઈ. રાહુલે પણ ૪૩ બોલમાં ૬૬ રન બનાવ્‍યા હતા.

બીજી બાજુ, દક્ષિણ આફ્રિકા માટે શરૂઆત સારી નહોતી. ક્‍વિન્‍ટન ડી કેક વહેલા આઉટ થયા, પરંતુ એડન માર્કર મે જવાબમાં ભારતને દબાણમાં મૂકી દીધું. તેમની શતક પારી દરમિયાન ૫૩ના સ્‍કોરે એક મહત્‍વનો કેચ છૂટી ગયો જે મેચનો વાસ્‍તવિક ટર્નિંગ પોઈન્‍ટ સાબિત થયો. ૮૮ બોલમાં માર્કરમે શતક નોંધાવી, અને ત્‍યારબાદ બ્રેવિસ અને મેથ્‍યુ બ્રીત્‍ઝકી જોડાઈ ગયા જેઓએ ભારતની બોલિંગને અસ્‍થિર બનાવી નાખી. ૩૪ બોલમાં બ્રેીવસના ૫૪ રન અને બ્રીત્‍ઝકીના ઠોળા અર્ધશતક સાથે દક્ષિણ આફ્રિકાએ અંતે ૪૯.૨ ઓવરમાં સૌ રેકોડર્સ તોડી નાખ્‍યાં.

આ મેચ માત્ર પરાજય નહોતી તે ભારત માટે એલાર્મ બેલ હતી. ટીમ ઈન્‍ડિયાની ફિલ્‍ડિંગ ભૂલો અને ડેથ બોલિંગની નિરાશાએ ટીમને જીતથી વંચિત રાખી. આ સાથે, ભારત સામે દક્ષિણ આફ્રિકાનું ભારતમાં સૌથી મોટું વન-ડે ચેઝનું રેકોર્ડ પણ સ્‍થપાયું. ત્રણ મેચની આ સીરીઝનું ફાઈનલ હવે વિશાખા પટ્‍ઠનમમાં ૬ ડિસેમ્‍બરે રમાશે. જે અંતિમ અને નિર્ણાયક રમતમાં બંને ટીમો સમર્થનો દબદબો બતાવવાના ઈરાદે ઉતરશે.

(3:02 PM IST)