<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

ઈન્‍ડિયા એ ઈસ્‍લામિક રિપબ્‍લીક ઓફ ઈરાન ને ૨-૧ થી મહાત આપી

રાજકોટઃ ઓલઇન્‍ડિયા ફૂટબોલ ફેડરેસન, ગુજરાત સ્‍ટેટ ફૂટબોલ એસોસીએસન અને સ્‍પોર્ટ્‍સ ઓથોરેટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત, એશિયન ફૂટબોલ કોન્‍ફેડરેસન અંડર ૧૭, એસીયા કપ ક્‍વોલિફાયર ૨૦૨૬ના મેચ અમદાવાદના એકા અરેના,ટ્રાન્‍સ્‍તેડિયા સ્‍ટેડીયમ ખાતેથી રમાય રહેલ  છે.

આ ટુર્નામેન્‍ટના ગ્રુપ ડી હોસ્‍ટ ઇન્‍ડિયા ઉપરાંત ઈસ્‍લામિક રિપબ્‍લીક ઓફ ઈરાન, પેલેસ્‍ટાઈન, ચાઈનિઝતાઈપેઈ અને લેબનાનની ટીમો ભાગ લઈ રહેલ છે.

આજ નો  સેકંડ  મેચ અને ટુર્નામેંટ નો ૧૦  મો મેચ ઈસ્‍લામિક રિપબ્‍લીક ઓફ ઈરાન અને  ઈન્‍ડિયા  વચ્‍ચે રમાયેલ મેચ નિહાળવા મોટી સંખ્‍યામાં  ફૂટબોલ પ્રેમીઓ ઉમટી પડયા હતા.

ઈરાન ના જર્શી નંબર ૯ આમિરજ્‍જા વાલીપુરે ૧૯ મી મિનિટે ગોલ કરી ટિમ નો સ્‍કોર ૧-૦ અપ કરેલ. ઈન્‍ડિયા એ જોરદાર લડત આપી ગોલ એરીયા માં પેનલ્‍ટી મેળવી ને ૪૫ મી મિનિટે કેપ્‍ટન દલ્‍લાલુઓન ગાંગટે દ્વારા પેનલ્‍ટી કીક ને ગોલ માં પરિવર્તિત કરી ટીમ નો સ્‍કોર ૧-૧ ની બરાબરી પર લાવી દીધેલ. હાફ ટાઇમ નો સ્‍કોર ૧-૧ રહેલ.  

હાફ ટાઈમ પછી ઈન્‍ડિયા ની ટીમે જોરદાર લડત આપી ૫૨ મી મિનિટે જર્સી નંબર ૨૦ ગુનલેબા એ જોરદાર કીક થી ગોલ કરી ટીમ ને ૨-૧ થી આગળ કરેલ. ગોલકીપર રજબર સરકાર દ્વારા સુંદર બચાવ ના લીધે ઈસ્‍લામિક રિપબ્‍લીક ઓફ ઈરાન ગોલ મારી સકેલ નહીં અને આખરે સ્‍કોર ૨-૧ થી ઈન્‍ડિયા ની ફેવરમાં રહ્યા હતો.

(3:48 PM IST)