<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

મેકસવેલ પણ આઈપીએલ નહી રમેઃ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી

૨૦૧૯ બાદ એવુ બનશે કે આ ઓસ્‍ટ્રેલીયન ખેલાડી આઈપીએલ રમશે નહી

નવી દિલ્‍હીઃ આન્‍દ્રે રસેલ બાદ હવે વધુ એક સ્‍ટાર ઓલરાઉન્‍ડર અને દિગ્‍ગજ ખેલાડી ગ્‍લેન મેક્‍સવેલે આઈપીએલ ૨૦૨૬માં રમવાથી ઈનકાર કરી દીધો છે અને જાણે તેણે આઈપીએલ માંથી નિવૃત્તિ જ લઈ લીધી હોય એ રીતે સોશિયલ મીડિયા પર પોસ્‍ટ મૂકી ચાહકોની ચિતા વધારી દીધી છે. આ પહેલા ફાફ ડુપ્‍લેસિસે પણ આઈપીએલમાંથી નામ પરત લઈ લીધું હતું.

અનેક લોકો માની રહ્યા છે કે ૩૭ વર્ષીય મેક્‍સવેલની હવે આઈપીએલમાં કરિયર ખતમ થઇ ચૂકી છે કેમ કે તે આગામી વર્ષે ૩૮ વર્ષનો થઈ જશે. તે સતત ઈજાઓનો સામનો કરી રહ્યો છે. એવામાં તે ભવિષ્‍યમાં આગળ રમશે કે નહીં તે કહેવું મુશ્‍કેલ છે. ૨૦૧૯ બાદ પહેલીવાર એવું થશે કે મેક્‍સવેલ આઈપીએલમાં ભાગ નહીં લે. 

જોકે મેક્‍સવેલે આઈપીએલની હરાજીમાંથી નામ પાછું ખેંચવાનું કારણ પણ જણાવ્‍યું છે. તેણે એક પોસ્‍ટ શેર કરી હતી જેમાં કહ્યું કે આ મારા માટે એક મોટો નિર્ણય છે. પણ હું આઈપીએલથી મળેલા  દરેક બોધપાઠ અને અનુભવ માટે આભારી છું. આઈપીએલએ મને એક ખેલાડી, માનવી તરીકે નિખાર્યો છે. વિશ્વસ્‍તરીય ટીમ અને ખેલાડીઓ સાથે રમવા, શાનદાર ફ્રેન્‍ચાઈઝીનું પ્રતિનિધિત્‍વ કરવા અને લાગણીશીલ ભારતીય ચાહકો સામે પ્રદર્શન કરવું મારા કરિયરની ખાસ પળો સમાન છે.  તેમણે સમર્થકોને કહ્યું કે જલદી જ ફરી મળીશું

(3:35 PM IST)