<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

રોહિત (૫૭ રન) કોહલી (૧૩૫ રન) છવાયાઃ ટીમ ઇન્‍ડિયા ૧૭ ૨ને જીત્‍યું

ભારતે આપેલા ૩૫૦ રનના ટાર્ગેટ સામે આફ્રિકા ૩૩૨ રનમાં ઓલઆઉટઃ બુધવારે બીજો મેચ રમાશે

નવી દિલ્‍હીઃ વિરાટ કોહલીની સદી, રોહિત શર્મા અને કેએલ રાહુલની અડધી સદીની મદદથી ભારતે પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાને ૩૫૦ રનનો લક્ષ્યાંક આપ્‍યો હતો. રાંચીમાં રમાઈ રહેલી મેચમાં ટીમ ઈન્‍ડિયાએ ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૩૪૯ રન બનાવ્‍યા હતા. જવાબમાં આફ્રિકાની ટીમ ૩૩૨ રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. મેચનો હિરો વિરાટ કોહલી રહ્યો હતો.

જયસ્‍વાલ ૧૮ રન બનાવી આઉટ થયા બાદ રોહિત અને વિરાટે બાજી સંભાળી હતી. રોહિતે પોતાનું ફોર્મ જાળવી રાખી ૫૭ રન બનાવ્‍યા હતા. તો વિરાટે ૧૨૦ બોલમાં ૧૧ ચોગ્‍ગા અને ૭ છગ્‍ગાની મદદથી ૧૩૫ રન બનાવ્‍યા હતા. રાહુલ ૫૬ બોલમાં ૨ ચોગ્‍ગા અને ૩ છગ્‍ગાની મદદથી ૬૦ રન જાડેજાએ ૨૦ બોલમાં ૨ ચોગ્‍ગા અને ૧ છગ્‍ગાની મદદથી ૩૨ રન બનાવ્‍યા હતા. આમ ભારતે ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૪૯ રનનો જંગી જુમલો ખડકયો હતો.

૩૫૦ રનના ટાર્ગેટ સાથે ઉતરેલી સાઉથ આફ્રિકા ૩૩૨ રન બનાવી ઓલઆઉટ થઇ ગયું હતું. કુલદિપ યાદવે ૪, અર્શદિપ ૨, હર્ષીત ૩ અને ક્રિશ્‍નાએ ૧ વિકેટ લીધી હતી. મેન ઓફ ધ મેચ વિરાટ કોહલીને જાહેર કરાયો હતો.

હવે સિરીઝનો બીજી મેચ તા.૩ના બુધવારે રમાશે.

(11:03 AM IST)