<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

પ્રથમ વન-ડેમાં યશસ્‍વી સસ્‍તામાં આઉટઃ રોહીત-કોહલીએ ઇનીંગ સંભાળીઃ ટીમ ઇન્‍ડીયા ૮૬-૧

રાંચીમાં પણ ટોસ હારવાની પરંપરા અકબંધઃ ગાયકવાડ ટીમમાં

રાંચીઃ ભારતીય ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ રવિવારે ઝારખંડના રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

દક્ષિણ આફ્રિકાએ નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમા અને અનુભવી સ્પિનર કેશવ મહારાજને આરામ આપ્યો છે. ટીમ ચાર ફાસ્ટ બોલર અને એક સ્પિનર સાથે રમી રહી છે. શુભમન ગિલની ગેરહાજરીમાં લોકેશ રાહુલ ભારતનું નેતૃત્વ કરી રહ્યો છે. રોહિત શર્મા સાથે યશસ્વી જયસ્વાલ ઇનિંગની શરૂઆત કરેલ.. જ્યારે રુતુરાજ ગાયકવાડને પણ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારતને રપ રનના સ્‍કોરે પ્રથમ આંચકો લાગ્‍યો હતો. જયસ્‍વાલ ૧૮ રન ત્‍યારબાદ વિરાટ રોહિત સાથે જોડાયો હતો. આ બન્‍નેએ બપોરે રઃર૦ વાગ્‍યા સુધીમાં ટીમ ઇન્‍ડીયાનો સ્‍કોર ૧૧ ઓવરના અંતે ૮૬ રને પહોંચાડી દીધો છે.

(2:33 PM IST)