તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th November 2025
પહેલી વનડેમાં વિરાટ અને રોહિત મેદાનમાં ઉતરતા જ મેળવી મોટી સિધ્ધીઃ બન્નેની એક સાથે ૩૯ર મી મેચ
અગાઉ આ રેકોર્ડ સચિન-દ્રવીડના નામે હતોઃ તેમણે ૩૯૧ મેચ સાથે રમ્યા હતા

રાંચીઃ રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય ક્રિકેટના 2 મજબુત સ્તંભ છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઓડીઆઈ સીરિઝની પહેલી મેચમાં જ્યારે આ 2 ખેલાડી મેદાનમાં ઉતરશે. તો મોટો રોકોર્ડ તેની નજરમાં હશે પરંતુ એક રેકોર્ડ એવો પણ છે કે, જે તુટવો નક્કી છે. રસપ્રદ વાત એ છે કે,આ કીર્તિમાન વિરાટ કોહલી અને રોહિત શર્મા બંન્ને સાથે જોડાયેલો છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસે પહેલી ઓડીઆઈ મેચમાં બેટથી અનેક રેકોર્ડ તોડવાની તક છે. આ પહેલા બંન્ને ખેલાડીઓ મેદાનમાં ઉતરવાની સાથે ઈતિહાસ રચી દેશે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ પહેલી ઓડીઆઈ મેચમાં બંન્ને ખેલાડીઓ મેદાન પર ઉતરવાની સાથે તેની આ ઈન્ટરનેશનલ કિકેટમાં એક સાથે 392મી મેચ હશે.
હાલમાં આ રેકોર્ડ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના નામ પર છે. જેમણે એક સાથે 391 ઈન્ટરનેશનલ મેચ રમી છે પરંતુ હવે હિટમેન અને કિંગ કોહલી ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી સફળ અને લાંબા સમય સુધી સાથે રમનારી જોડી બની જશે.
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક સાથે સૌથી વધારે મેચ રમનારી જોડીની જો આપણે વાત કરીએ તો, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ 391, રોહિત શર્મા અને વિરાટ કોહલી 391, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી 369, સચિન તેડુંલકર અને અનિલ કુંબલે 367,સચિન તેડુંલકર અને સૌરવ ગાંગુલી 341,
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
