તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th November 2025
ટીમ ઈન્ડિયાએ વન-ડેમાં છેલ્લે 2023 વર્લ્ડ કપ દરમિયાન જીત્યો હતો ટોસ!
આજે આફ્રિકા સામે ૩ મેચની સીરીઝની પ્રથમ મેચ રાંચીમાં

રાંચીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રવિવારથી રાંચીમાં ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થઈ રહી છે. આ મેચ બપોરે 1:30 વાગ્યે ભારતીય સમયાનુસાર શરૂ થશે. ટોસ બપોરે 1 વાગ્યે થશે. ભારતીય ક્રિકેટ ટીમ મેદાન પર ભલે શાનદાર પ્રદર્શન કરી રહી હોય, પરંતુ 'સિક્કો' ઉછાળવાની બાબતમાં તેમનું નસીબ સાવ ખરાબ ચાલી રહ્યું છે.
છેલ્લા 2 વર્ષથી ટીમ ઈન્ડિયા ODI ક્રિકેટમાં એક પણ વાર ટોસ જીતી શકી નથી. આ દરમિયાન ભારત સળંગ 18 વખત ટોસ હારી ચૂક્યું છે. કેપ્ટન બદલાયા, રોહિત શર્માની જગ્યાએ શુભમન ગિલ આવ્યો, પરંતુ ભારતનું નસીબ બદલાયું નથી. ત્યારે આજે ટીમ ઈન્ડિયા માટે કેએલ રાહુલ કેપ્ટન છે. ત્યારે તમામની નજર ટોસ પર રહેલી છે.
આંકડાઓ પર નજર કરીએ તો, ભારતે છેલ્લે 15 નવેમ્બર, 2023ના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ટોસ જીત્યો હતો. તે સમયે ટીમની કમાન રોહિત શર્માના હાથમાં હતી. ત્યારથી લઈને અત્યાર સુધી, એટલે કે 19 નવેમ્બર 2023 થી 23 ઓક્ટોબર 2025 સુધી, ભારત સતત વનડે મેચોમાં ટોસ હારતું આવ્યું છે.
સતત ટોસ હારવાના કારણે ભારતના નામે એક વિશ્વ વિક્રમ નોંધાયો છે. આ વર્ષની શરૂઆતમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન અને તે પછીની મેચો મળીને ભારત સતત 18 વખત ટોસ હારી ચૂક્યું છે. આ પહેલા કોઈપણ ટીમ આટલી લાંબી સીરીઝ સુધી સતત ટોસ હારી નહોતી.
વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ વખત સતત ટોસ હારવાના મામલે હવે ભારત ટોચ પર છે.
જેમાં ભારત: 18 વખત (19 નવેમ્બર, 2023 થી 23 ઓક્ટોબર, 2025) નેધરલેન્ડ: 11 વખ (18 માર્ચ, 2011 થી 27 ઓગસ્ટ, 2013) ઇંગ્લેન્ડ: 9 વખત (27 જાન્યુઆરી, 2023 થી 13 સપ્ટેમ્બર, 2023) યુએસએ (USA): 9 વખત (29 મે, 2022 થી 13 ઓગસ્ટ, 2022 ઇંગ્લેન્ડ: 9 વખત (22 જાન્યુઆરી, 2017 થી 29 મે, 2017) સતત ટોચ હાર્યુ છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
