<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

રમતજગતના સૌથી મોટા સમાચાર: કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારતને મળે તેવી પ્રબળ શક્યતા, આજે થશે સત્તાવાર જાહેરાત

 

 

અમદાવાદ: ભારતીય રમતગમત ક્ષેત્ર માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ શકે છે. ભારતને ફરી એકવાર પ્રતિષ્ઠિત કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવાની પૂરેપૂરી શક્યતા છે, જેની ઔપચારિક જાહેરાત આજે કરવામાં આવશે. આ સમાચારથી રમતપ્રેમીઓમાં અને ખાસ કરીને ઓલિમ્પિક સંઘમાં ઉત્સાહનો માહોલ છે.

 

સૂત્રોના જણાવ્યા અનુસાર, કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન સાથેની ભારતની વાટાઘાટો સફળ રહી છે. જો આજે સત્તાવાર મહોર લાગશે તો ૨૦૧૦ બાદ ભારત બીજી વખત આ મેગા ઈવેન્ટનું આયોજન કરશે. 

 

ખાસ વાત એ છે કે આ વખતે ગુજરાતનું અમદાવાદ શહેર પણ યજમાન શહેરોની યાદીમાં મોખરે હોવાની ચર્ચા છે. આ ગેમ્સનું આયોજન ભારતના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે લઈ જશે અને ભારતીય ખેલાડીઓને ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરવાની તક પૂરી પાડશે.

 

(4:20 PM IST)