તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 25th November 2025
દોસ્ત, ૩૦ સેકન્ડનો જ ટાઈમર છે
પંતે સ્ટમ્પ પાછળ કુલદીપને કહ્યું

નવી દિલ્હીઃ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ડેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં કેપ્ટન ઋષભ પંત દેખીતી રીતે હતાશ અને નિરાશ
દેઆય. ટીમને ઓવર શરૂ કરવામાં વિલંબ કરવા બદલ બીજી ચેતવણી મળ્યા બાદ પંતનો ગુસ્સો તેના સાથી કુલદીપ યાદવ પર હતો.
પંતને વિકેટ પાછળથી સ્ટમ્પ માઈક પર કહેતા સાંભળવામાં આવ્યો દોસ્ત, ૩૦-સેકન્ડનો ટાઈમર છે. શું તકે ઘરે રમી રહ્યા છો? એક બોલ ઝડપથી નાઓ. ગુસ્સો અહીં જ અટક્યો નહીં, બીજી ચેતવણીથી નારાજ પંતે કહ્યું મિત્ર કુલદીપ મેં બંને વાર ચેતવણી સ્વીકારી. આપણને કુલ ઓવરની જરૂર નથી. ટેસ્ટ ક્રિકેટને મજાક બનાવી દેવામાં આવી છે.
પંતનું વલણ દિગ્ગજ કેપ્ટન રોહિત શર્માની યાદ અપાવે છે, જે તેના ખેલાડીઓને તમામ ફોર્મેટમાં સર્તક અને શિસ્તબદ્ધ રાખવા માટે જાણીતા હતા.
આઈસીસીએ આ વર્ષની શરૂઆતમાં ટેસ્ટ મેચોમાં ‘સ્ટોપ-ક્લોક' નિયમ લાગુ કર્યો હતો. જેમાં ફિલ્ડિંગ ટીમને પાછલી ઓવર પૂરી થયાના ૬૦ સેકન્ડમાં આગલી ઓવર શરુ કરવાની ફરજ પાડવામાં આવી હતી. પ્રથમ બે ઉલ્લંઘન માટે ટીમોને ચેતવણી આપવામાં આવે છે. ત્રીજા ઉલ્લંઘનના પરિણામે બેટિંગ ટીમને પાંચ રનનો દંડ ફટકારવામાં આવે છે. આ ચેતવણી ગણતરી દર ૮૦ ઓવર પછી ફરીથી સેટ થાય છે. જૂન ૨૦૨૪થી ઓડીઆઈ અને ટી૨૦આઈમાં આ નિયમ પહેલાથી જ લાગુ કરવામાં આવ્યો છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
