તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
ભારતીય ફૂટબોલ ટીમનો ફ્રી ફોલ: બાંગ્લાદેશ સામેની શરમજનક હાર બાદ FIFA રેન્કિંગમાં 142માં સ્થાને પહોંચી!
છેલ્લા બે વર્ષમાં 40 સ્થાનનું ગબડવું: 2003 પછી પ્રથમવાર બાંગ્લાદેશ સામે પરાજયથી ફૂટબોલ ચાહકોમાં નિરાશા

નવી દિલ્હી: ભારતીય પુરુષ ફૂટબોલ ટીમે 2027 એશિયન કપ ક્વોલિફાયરમાં બાંગ્લાદેશ સામે 0-1થી શરમજનક હારનો સામનો કર્યા બાદ તાજેતરના FIFA રેન્કિંગમાં છ સ્થાન નીચે સરકીને 142મા સ્થાને પહોંચી ગઈ છે. આ પતન છેલ્લા બે વર્ષમાં રાષ્ટ્રીય ટીમના પ્રદર્શનમાં સતત ઘટાડાને દર્શાવે છે.
ખાલિદ જમીલ-કોચ્ડ ટીમ મંગળવારે ઢાકામાં 2003 પછી પહેલીવાર બાંગ્લાદેશ સામે હાર્યું, જેના કારણે દેશના ફૂટબોલ ચાહકોમાં તેના સતત ઘટતા નસીબથી ભારે દુઃખ અને નિરાશા વ્યાપી ગઈ છે. ગોવામાં ગયા મહિને સિંગાપોર સામેની હારને કારણે ટીમ પહેલાથી જ એશિયન કપની સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે.
આ રેન્કિંગ સાથે, ભારતીય ટીમ ઓક્ટોબર 2016 (148મો ક્રમ) પછીનું તેનું સૌથી ખરાબ પ્રદર્શન નોંધાવ્યું છે. ડિસેમ્બર 2023માં જ્યારે ટીમ 102મા ક્રમે હતી ત્યારથી અત્યાર સુધીમાં તે 40 સ્થાન નીચે આવી ગઈ છે.
એશિયામાં ભારતનું સ્થાન: FIFA રેન્કિંગમાં સમાવિષ્ટ 46 એશિયન દેશોમાં ભારતીય ટીમ હવે 27મા ક્રમે છે. એશિયામાં જાપાન (18મા ક્રમે), ઈરાન (20મા ક્રમે), દક્ષિણ કોરિયા (22મા ક્રમે), ઓસ્ટ્રેલિયા (26મા ક્રમે) અને ઉઝબેકિસ્તાન (50મા ક્રમે) જેવી ટીમો ભારત કરતાં ઘણી આગળ છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 1996માં ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ રેન્કિંગ 94 હતું.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
