તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
અમારે આઇપીએલના મિની ઓકશનમાં જવાની જરૂર નથી : નેસ વાડિયા
મેકસવેલ સહિત પાંચ ખેલાડીઓને રિલીઝ કર્યા

નવી દિલ્હી : પંજાબ કિંગ્સ પાસે આઇપીએલ ર૦ર૬ ના મેગા ઓકશન માટે ૪ પ્લેયર્સના સ્પોટ સહિત ૧૧.પ૦ કરોડ રૂપિયાનું બજેટ બાકી છે. જોકે ટીમના માલિક નેસ વાડિયા માને છે કે અમે સ્થાયી ટીમ છીએ અને આગામી મિની ઓકશનમાં અમારે જવાની જરૂર નથી. ગયા વર્ષની રનરઅપ ટીમે સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેકસવેલ સહિત પાંચ પ્લેયર્સને રીલીઝ કર્યા છે.
નેસ વાડિયાએ કહ્યું કે ‘અમે બધા પ્લેયર્સ સાથે એકતાની સંસ્કૃતિ બનાવવાનો પ્રયાસ કર્યો છે. શ્રેયસ ઐયર અને રિકી પોન્ટિંગ તરીકે અમારી પાસે સારું સંતુલન અને ઉત્તમ નેતાઓ છે. અમને ખરેખર ઓકશનમાં જવાની જરૂર નથી. જોકે અમે જોઇશું કે અમારી પાસે પહેલાથી શું છે અને એ કઇ રીતે મજબૂત કરવું.'
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
