તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
ગિલ બહાર, પંત કેપ્ટનશીપ કરશે, સાંઇ સુદર્શન અને નીતિશ રેડ્ડી, ટીમમાં: અક્ષર પટેલને પડતો મૂકાશે?
કાલથી ગુવાહાટીમાં બીજો ટેસ્ટઃ સવારે ૯ વાગ્યાથી મેચ શરૂ થશેઃ ટીબ્રેક બાદ લંચ

નવી દિલ્હીઃ હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે ટીમ ઇન્ડિયાએ ગુવાહાટી ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ વગર રમવી પડશે. ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટ મેચમાં, ભારતીય ટીમ માટે દરેક પરિસ્થિતિમાં જીતની ખૂબ જ જરૂર છે. પરંતુ ટીમે પોતાના કેપ્ટન વગર જ જીત માટે મેદાન પર ઉતરવું પડશે. કોલકાતા ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા હારી ગઈ હતી અને ગિલની ગરદનમાં ખેંચાણથી પણ ટીમ માટે વધુ મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ. પ્લેઈંગ ઈલેવન સાથે સંબંધિત આ સમસ્યાનો ઉકેલ શોધવામાં આવી રહ્યો છે, જેમાં એક ખાસ ઓલરાઉન્ડરનું બલિદાન આપવામાં આવી શકે છે.
હવે ટીમમાં ગિલનું સ્થાન કોણ લેશે, તેનો જવાબ કદાચ ટીમ પાસે હશે, પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં તેની જગ્યા કોણ લેશે તે સૌથી મોટી સમસ્યા છે, અને આ માટે કેટલાક દાવેદારોની ચર્ચા થઈ રહી છે. જોકે, કોલકાતા ટેસ્ટમાંથી શીખ લઈને, ટીમ પ્લેઇંગ ઇલેવનને સંતુલિત કરવાની આશા રાખી રહી છે, અને આની કિમત ઓલરાઉન્ડર અક્ષર પટેલે પોતાની જગ્યા ગુમાવીને ચૂકવવી પડી શકે છે. એક અહેવાલ મુજબ, સાઇ સુદર્શન ટીમમાં ગિલનું સ્થાન લઈ શકે છે, અને અગાઉની ટેસ્ટની જેમ ચાર સ્પિનરોને મેદાનમાં ઉતારવાને બદલે, ટીમ ફક્ત ત્રણ સ્પિનરોને મેદાનમાં ઉતારી શકે છે.
એવામાં અક્ષર પટેલ એકમાત્ર ઉમેદવાર દેખાઈ રહ્યા છે કે જેને પોતાનું સ્થાન છોડવું પડી શકે છે, અને તેના બદલે નીતિશ કુમાર રેડ્ડીને તક મળી શકે છે. રેડ્ડીના આવવાથી ટીમમાં એક વધારાનો જમણા હાથનો બેટ્સમેન આવી શકે છે, જેના લીધે અક્ષરને પડતો મુકવો પડી શકે છે, કારણ કે ટીમ વોશિગ્ટન સુંદરની બેટિગનો લાભ લેવા માંગે છે. કોલકાતા ટેસ્ટમાં તેણે ત્રીજા નંબર પર બેટિગ કરી હતી. તેથી, તેને પડતો મુકવામાં આવશે નહીં. રવિન્દ્ર જાડેજાને બાકાત રાખવાનો પ્રશ્ન જ નથી, અને કુલદીપ યાદવ હાલમાં ટીમનો શ્રેષ્ઠ સ્પિનર છે. તેથી, અક્ષરને બહાર બેસવું પડી શકે છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
