તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 19th November 2025
આપણા ખેલાડીઓમાંથી કેટલા ખરેખર રણજી ટ્રોફી રમવા માટે મેદાનમાં ઉતરવા માંગશે? ગાવાસ્કર

નવી દિલ્હીઃ કલકતા ટેસ્ટમેચમાં સાઉથ આફ્રિકા સામે મળેલ ૩૦ રનની હાજર માટે સુનિલ ગાવાસ્કે ભારતીય પ્લેયર્સની ટીકા કરતા કહ્નાં હતું કે આપણા ઘણા ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ રમતા નથી જા તમેડોમેસ્ટિક ક્રિકેટ રમશો તો તમને આના કરતા વધારે ટર્ન લેતી પિચ પર રમવાની તક મળશે. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ટીમ પોઇન્ટ મેળવવાનો પ્રયાસ કરે છે. જેથી તેઅો રણજીત ટ્રોફીના નોકઆઉટ માટે કવોલીફાય થઇ શકે.
ગાવાસકર કહે છે આપણા પ્લેયર્સ લિમિટેડ અોવર્સના મોડ અને મૂડમાં રહે છે. તેઅો દરેક બોલમાં શોર્ટ મારીને બોલર સામે બોસ બનવાનો પ્રયાસ કરે છે. આપણા વર્તમાન ખેલાડીઅોમાંથી કેટલા ખરેખર રણજી ટ્રોફી રમવા માટે મેદાનમાં ઊતારવા માંગશે? વર્કલોડ શબ્દનો ઉપયોગ કરી તેઅો રમવાનું ટાળે છે. તેઅો ફકત ત્યારે જ રણજીમાં રમવા માગે છે જયારે તેઅો ફોર્મમાં ન હોય, નહીંતર તેઅો રમવા નથી માંગતા, મેનેજમેન્ટે રણજી ટ્રોફી મેચોમાં સક્રિય રીતે ભાગ લેતા ખેલાડીઓની પસંદગી કરવાનું વિચારવું જાઇઍ.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
