તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
તો ભારત એ અને પાકિસ્તાન એ સેમીફાઇનલમાં ટકરાશે
રાઈઝીંગ સ્ટાર એશિયા કપમાં ભારતે ઓમાનને હરાવી સેમીફાઈનલમાં એન્ટ્રી કરીઃ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને

નવી દિલ્હીઃ ભારત એ રાઇઝિંગ સ્ટાર એશિયા કપ ૨૦૨૫ની સેમિફાઈનલમાં પોતાની છેલ્લી મેચમાં ઓમાનને ૭ વિકેટથી હરાવીને સ્થાન મેળવ્યું. જીતેશ શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે આ કરો યા મરો મેચમાં પ્રથમ ઈનિંગમાં શિસ્તનું પ્રદર્શન કર્યુ, ઓમાનને ઓછા સ્કોર સુધી મર્યાદિય રાખ્યું અને પછી મધ્યમ ક્રમની જવાબદાર બેટિંગને કારણે ૧૭.૫ ઓવરમાં ૧૩૬ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો.
ભારત એ નો ગ્રુપ સ્ટેજ રોલરકોસ્ટર રાઈડ હતો. ટીમે યુએઈ સામેની પોતાની મેચ એકતરફી રીતે જીતી હતી, પરંતુ પાીકસ્તાન શાહીન સામે તેની બીજી મેચ હારી ગઈ. આનાથી ઓમાન સામેની ત્રીજી મેચ નિર્ણાયક બની ગઈ. જો તેઓ જીતે તો સેમિફાઈનલ, નો તેઓ હારશે તો હાર. ભારતીય ખેલાડીઓએ દબાણ હેઠળ જોરદાર બેટિંગને કારણે ૧૭.૫ ઓવરમાં ઓવરમાં ૧૩૬ રનનો લક્ષ્યાંય હાંસલ કર્યો.
ભારત એ નો ગ્રુપ સ્ટેજ રોલરકોસ્ટર રાઈડ હતો. ટીમે યુએઈ સામેની પોતાની મેચ એકતરફી રીતે જીતી હતી, પરંતુ પાકિસ્તાન શાહીન સામે તેની બીજી મેચ હારી ગઈ. આનાથી ઓમાન સામેની ત્રીજી મેચ નિર્ણાયક બની ગઈ. જો તેઓ જીતે તો સેમિફાઈનલ, જો તેઓ હારશે તો હાર. ભારતીય ખેલાડીઓએ દબાણ હેઠળ જોરદાર પ્રદર્શન કર્યુ. ઓમાનને આરામથી હરાવીને સેમિફાઈનલમાં જવાનો માર્ગ મોકાળો કર્યો.
ગ્રુપ બીમાં, પાકિસ્તાન શાહીન ૬ પોઈન્ટ સાથે ગ્રુપ એ માં ટોચ પર રહ્યું, જ્યારે ભારત એ ૪ પોઈન્ટ સાથે બીજા સ્થાને રહ્યું. નિયમો અનુસાર, ગ્રુપ બી બીજા ક્રમે રહેલી ટીમ (ભારત એ) સેમિફાઈનલમાં ગ્રુપ એ માં ટોચની સામનો કરશે.
ગ્રુપ એ માં, બાંગ્લાદેશ એ હાલમાં તેમની બંને મેચ જીતીને ૪ પોઈન્ટ સાથે ટોચ પર છે અને આગામી મેચ શ્રીલંકા એ સાથે રમશે. જો બાંગ્લાદેશ આ મેચ પણ જીતે છે, તો તેઓ ૬ પોઇન્ટ સાથે ટોચ પર રહેશે, જેના કારણે તે ભારત એ સાથે સેમિફાઈનલ મુકાબલો કરશે.
જો શ્રીલંકા એ બાંગ્લાદેશ એ ને હરાવે છે, તો પણ નેટ રન રેટના આધારે ટેબલમાં નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી.
બાંગ્લાદેશ એ નો નેટ રન રેટઃ +૪.૦૭૯, શ્રીલંકા એ નો નેટ રન રેટઃ +૧.૩૮૪, આનો અર્થ એ છે કે જો શ્રીલંકા એ જીતે છે, તો પણ તેઓ રન રેટમાં બાંગ્લાદેશને પાછળ છોડી શકશે નહિં તેથી બાંગ્લાદેશ એ ગ્રુપ એ માં ટોચ પર પહોંચવાનું લગભગ નક્કી છે, તેથી સેમિફાઈનલ ભારત એ વિરૂદ્ધ બાંગ્લાદેશ એ અને પાકિસ્તાન શાહીન વિરૂદ્ધ શ્રીલંકા એ અથવા અફઘાનિસ્તાન એ વચ્ચે થવાની સંભાવના છે.
ભારત એ અને બાંગ્લાદેશ એ બંને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ ફોર્મમાં રહ્યા છે. તેથી, સેમિફાઈનલમાં એક મજબૂત અને સ્પર્ધાત્મક મેચની અપેક્ષા છે
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
