<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

ટીમ ઇન્‍ડિયાએ પ્રેકટીસ શરૂ કરી દીધી, જાડેજા સહિત ૭ બેટરો નેટ સેશનમાં જોડાયા

સિપનરો સામે ફ્રન્‍ટ પેડ વિના જ બેટીંગ કરી, ગંભીર અને સિતાંશુ સતત સાથે રહ્યા

નવી દિલ્‍હી : કલકત્તા ટેસ્‍ટ-મેચમાં હારને કારણે સાઉથ આફ્રિકા સામેની બે મેચની ટેસ્‍ટ-સિરીઝમાં ભારત ૦-૧ થી પાછળ છે. સિરીઝને ડ્રો કરવા ટીમ ઇન્‍ડિયાને રર થી ર૬ નવેમ્‍બર દરમ્‍યાન આસામના ગુવાહાટીમાં આયોજિત બીજી મેચ જીતવી પડશે.

આ ગુવાહાટી ટેસ્‍ટ મેચની તૈયારી ભારતીય ટીમે કલકત્તાના ઇડન ગાર્ડન્‍સમાં જ શરૂ કરી દીધી છે. ટેસ્‍ટ મેચ ત્રણ દિવસમાં સમાપ્ત થઇ હોવાથી પ્‍લેયર્સ માટે વૈકલ્‍પિક નેટ સેશન યોજાયું હતું.

હેડ કોચ ગૌતમ ગંભીર અને બેટીંગ કોચ સિતાંશુ કોટક સાથે છ જેટલા ભારતીય પ્‍લેયર્સ આ સેશનમાં જોડાયા હતા. સાઇ સુદર્શન, દવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ, રવિન્‍દ્ર જાડેજા જેવા બેટર્સે ઇડન ગાર્ડન્‍સની પ્રેકિટસ પિચ પર લાંબા સમય સુધી નેટ બોલર્સનો સામનો કર્યો હતો.

અહેવાલ અનુસાર ભારતીય પ્‍લેયર્સે સ્‍પીનરો સામે ફ્રન્‍ટ પેડ વિના બેટીંગ કરી હતી. આ એક ખૂબ જ જૂની તાલીમ પદ્ધતિ છે. જયાં કોચ બેટસમેનોને બોલ રોકવા માટે આગળના પેડ કરતાં વધુ બેટનો ઉપયોગ કરવા માટે પ્રોત્‍સાહિત કરેછે. પિચ વિવાદ વચ્‍ચે ગૌતમ ગંભીર કલકત્તાના પિચ કયુરેટ સુજાન મુખરજી સાથે પણ વાતચીત કરતો જોવા મળ્‍યો હતો.

(3:39 PM IST)