<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

આ પિચ એવી છે કે તમે અહીં બોલ ફેંકો છો અને એ ટર્ન થઈને બીજે ક્‍યાંક જાય છે

હરભજન કહે છે

નવી દિલ્‍હીઃ ઈડન ગાર્ડન્‍સમાં આયોજીત કલકત્તા ટેસ્‍ટ મેચમાં બેક-ટુ-બેક વિકેટ પડતી જોઇને ભૂતપૂર્વ સ્‍પિનર હરભજન સિંહે પિચની ટીકા કરી છે.

તે કહે છે, ‘રેસ્‍ટ ઈન પીસ (આર આઈપી) ટેસ્‍ટ ક્રિકેટ મને નથી લાગતું કે ટેસ્‍ટ-ક્રિકેટનું કોઈ મુલ્‍ય બાકી છે.

આ પીચ એવી છે કે તમે અહીં બોલ ફેંકો છો અને એ ટર્ન થઈને બીજે ક્‍યાંક જાય છે. બેટ્‍સમેનોને ખબર નથી હોતી કે શું કરવુ.

વિરાટ કોહલી અને સચિન તેન્‍ડુલકર જેવા બેટ્‍સમેન પણ આવી પિચ પર ટકી શકશે નહીં, કારણ કે બોલ નીચો રહેશે, ખૂબ ઉછળશે અથવા ઝડપથી ટર્ન લેશે અને તમારી વિકેટ લેશે. ટેક્‍નિક કરતાં પિચ મહત્‍વપૂર્ણ છે.

(3:06 PM IST)