તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th November 2025
રાજકોટ વન-ડેઃ યુવા સ્પિનર નિશાંત સિંધુએ તરખાટ મચાવ્યો, ઋતુરાજ ગાયકવાડની શાનદાર ઇનિંગ
સાઉથ આફ્રિકા એ ૧૩૨ રનમાં ઓલઆઉટઃ ભારત એ ની ૯ વિકેટે જીતઃ ૧૯મીએ છેલ્લો વન-ડે

રાજકોટઃ ભારત અને સાઉથ આફ્રિકાની એ ટીમો વચ્ચેની ત્રણ અનઓફિશ્યલ વન-ડે સિરીઝમાં યજમાન ટીમે ૨-૦થી બાજી મારી છે. બીજી મેચમાં ભારતે ૯ વિકેટે જીત નોંધાવીને સિરીઝ પર કબજો કરી લીધો છે.
સાઉથ આફ્રિકા ૩૦.૩ ઓવરમાં ૧૩૨ રને ઓલઆઉટ થયું હતું. જવાબમાં ભારતે ૨૭.૫ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૧૩૫ રન કરીને ૧૩૩ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
ભારતના યંગ સ્પિનર નિશાંત સિંધુએ ૭ ઓવરમાં માત્ર ૧૬ રન આપીને સાઉથ આફ્રિકાની ૪ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર હર્ષિત રાણાને પાંચ ઓવરમાં ૨૧ રન આપીને ૩ સફળતા મળી હતી.
કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગમાં આવીને ૮૩ બોલમાં ૯ ફોરની મદદથી ૬૮ રન કર્યા હતા. તેણે પહેલી વન-ડેમાં ૧૧૭ રન કર્યા હતા. બીજી વન-ડેમાં અભિષેક શર્માએ ૩૨ રન અને તિલક વર્માએ ૨૯ રનનું યોગદાન આપ્યું હતું.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
