તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
રુતુરાજ ગાયકવાડની સદી : ભારત A એ પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકા A ને 4 વિકેટથી હરાવ્યું
તિલક વર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે ત્રણ મેચની શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી:દક્ષિણ આફ્રિકા A એ 9 વિકેટે 285 રન બનાવ્યા હતા

ભારત A એ પ્રથમ બિનસત્તાવાર વનડેમાં દક્ષિણ આફ્રિકા A ને 4 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે, તિલક વર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે ત્રણ મેચની શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી. પ્રથમ બેટિંગ કરતા, દક્ષિણ આફ્રિકા A એ 9 વિકેટે 285 રન બનાવ્યા. ભારત તરફથી અભિષેક શર્માએ 31 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન તિલક 39 રન બનાવ્યા, જ્યારે ઇશાન કિશન 17 રન બનાવીને આઉટ થયો
તિલક વર્માના નેતૃત્વ હેઠળની ભારત A ટીમે પ્રથમ બિનસત્તાવાર વનડે મેચમાં ત્રણ બોલ બાકી રહેતા દક્ષિણ આફ્રિકા A ટીમને ચાર વિકેટથી હરાવી દીધી. આ જીતથી ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. ઉપ-કપ્તાન રુતુરાજ ગાયકવાડે ભારતની જીતમાં ચમકીને 129 બોલમાં 117 રન બનાવીને ભારતની જીત સુનિશ્ચિત કરી. નીતિશ કુમાર રેડ્ડી અને નિશાંત સિંધુએ બાકીની કામગીરી બજાવી. બંને અણનમ રહ્યા, જેના કારણે ટીમને શાનદાર જીત મળી. શ્રેણીની બીજી વનડે મેચ 16 નવેમ્બરે રાજકોટમાં રમાશે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
