<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

શ્રીલંકા ક્રિકેટ ટીમ પર આતંકવાદી ખતરો: ઇસ્લામાબાદ બ્લાસ્ટ બાદ સુરક્ષા કડક, પ્રવાસ રદ થવાની આશંકા!

૧૬ વર્ષ પહેલાં ૨૦૦૯માં ટીમ બસ પર હુમલો થયો હતો; બાકીની ODI મેચો પહેલા શ્રીલંકા ઘરે પરત ફરે તેવી અટકળો.

ઇસ્લામાબાદ, પાકિસ્તાન : પાકિસ્તાનના ચાલુ પ્રવાસે ગયેલી શ્રીલંકાની ક્રિકેટ ટીમની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે શ્રીલંકન ટીમની સુરક્ષા કડક કરવામાં આવી છે. જોકે, આતંકવાદી હુમલાના ભય વચ્ચે એવી અટકળો તેજ બની છે કે શ્રીલંકાની ટીમ ત્રણ મેચની ODI શ્રેણી અધૂરી મૂકીને મધ્યમાં જ પોતાના દેશ પરત ફરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ૧૧ નવેમ્બરે પ્રથમ ODI મેચ રમાઈ હતી, જેમાં પાકિસ્તાને જીત મેળવી હતી. હવે ત્રીજી અને ચોથી ODI અનુક્રમે ૧૩ અને ૧૫ નવેમ્બરે રમાવાની છે. અહેવાલો મુજબ, આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ શ્રીલંકન ટીમ અને અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને તેમને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી છે. તેમ છતાં, ભૂતકાળના ડરામણા અનુભવોને કારણે ચિંતા વ્યાપેલી છે; ખાસ કરીને માર્ચ ૨૦૦૯માં થયેલા હુમલાને કારણે, જ્યારે લાહોરમાં ટેસ્ટ મેચ રમતી શ્રીલંકન ટીમની બસ પર માસ્ક પહેરેલા આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં છ પોલીસકર્મીઓ સહિત આઠ લોકો ઘાયલ થયા હતા અને શ્રીલંકાના ખેલાડીઓ પણ ઘાયલ થયા હતા.

 

(10:03 PM IST)