તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
શ્રેયસ ઐયરે ફોટો શેર કર્યો

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના બૅટ્સમૅન શ્રેયસ ઐયરે ઈન્જરીમાંથી સ્વસ્થ થયા બાદ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાનો પહેલો ફોટો શેર કર્યો છે. ફોટોમાં શ્રેયસ સિડનીના બીચ પર એક અન્ય વ્યક્તિ સાથે બેસેલો જોવા મળ્યો હતો. તેણે સ્ટોરીમાં લખ્યું હતું. ‘સૂરજ એક ખૂબ સારી થેરપી જેવો છે. પ્રેમ અને સંભાળ બદલ સૌનો આભાર'. સિડનીમાં ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે દરમ્યાન ઐયર બરોળમાં ઈન્જરીને કારણે જીવલેણ પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો. નિષ્ણાતોની સલાહ બાદ મુંબઈનો આ સ્ટાર બેટર સિડનીથી ભારત પાછો આવશે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
