તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Saturday, 8th November 2025
જન્મદિવસ પર કેપ્ટન સૂર્યાએ મેચ વિજેતા તિલક વર્માને પ્લેઇંગ ઇલેવનમાંથી કર્યો બહાર!
AUS vs IND 5મી T20I: 23 વર્ષ પૂરા કરનાર તિલકને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખ્યો, પહેલીવાર રિન્કુ સિંહને મળી તક

બ્રિસ્બેન: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમ ખાતે રમાઈ છે. આ મેચમાં ભારતીય ટીમે એક આશ્ચર્યજનક ફેરફાર કર્યો.
આજે તિલક વર્માનો 23મો જન્મદિવસ છે. સામાન્ય રીતે, દરેક ખેલાડી પોતાનો જન્મદિવસ મેદાન પર રમીને અને શાનદાર પ્રદર્શન કરીને ખાસ બનાવવા માંગે છે, પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવે તિલક વર્માને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખ્યો. તેની જગ્યાએ રિંકુ સિંહને શ્રેણીમાં પહેલીવાર રમવાની તક આપવામાં આવી.
ટીમ ઇન્ડિયાની 2-1થી આજે જીતથી ઓસ્ટ્રેલિયામાં ત્રીજી વખત T20 શ્રેણી જીતવાનો ઐતિહાસિક રેકોર્ડ.
તિલક વર્મા, જેને ભવિષ્યનો સ્ટાર માનવામાં આવે છે, તે T20માં ભારત માટે મેચ વિજેતા સાબિત થયો છે. તેણે એશિયા કપ 2025ની ફાઇનલમાં પાકિસ્તાન સામે અણનમ 69 રનની મેચ વિજેતા ઇનિંગ્સ રમી હતી અને T20માં સતત બે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન પણ છે. 36 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 146.69ના સ્ટ્રાઇક રેટથી 996 રન બનાવનાર આ યુવા બેટ્સમેનને જન્મદિવસ પર બહાર રાખવામાં આવતાં ચર્ચા.
બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન:
ભારત (પ્લેઇંગ ઇલેવન) ઓસ્ટ્રેલિયા (પ્લેઇંગ ઇલેવન)
અભિષેક શર્મા મિશેલ માર્શ (કેપ્ટન)
શુભમન ગિલ મેથ્યુ શોર્ટ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન) જોશ ઇંગ્લિસ (વિકેટકીપર)
રિંકુ સિંહ ટિમ ડેવિડ
જીતેશ શર્મા (વિકેટકીપર) જોશ ફિલિપ
વોશિંગ્ટન સુંદર માર્કસ સ્ટોઇનિસ
શિવમ દુબે ગ્લેન મેક્સવેલ
અક્ષર પટેલ બેન દ્વારશુઇસ
અર્શદીપ સિંહ ઝેવિયર બાર્ટલેટ
વરુણ ચક્રવર્તી નાથન એલિસ
જસપ્રીત બુમરાહ એડમ ઝામ્પા
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
