તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
હોંગકોંગ સિક્સર્સમાં ભારતનો દબદબો: વરસાદગ્રસ્ત મેચમાં પાકિસ્તાન સામે ૨ રને વિજય

હોંગકોંગ સિક્સર્સ ૨૦૨૫ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે શુક્રવારે પાકિસ્તાન સામે ડકવર્થ-લુઈસ પદ્ધતિના આધારે ૨ રનથી જીત મેળવી હતી. રોબિન ઉથપ્પાએ માત્ર ૧૧ દડામાં ૨૮ રનની વિસ્ફોટક બેટિંગ કરી હતી.
હોંગકોંગમાં ચાલી રહેલી સિક્સર્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન યથાવત રાખ્યું છે. શુક્રવારે રમાયેલી વરસાદ-અસરગ્રસ્ત મેચમાં, ભારતે પ્રથમ બેટિંગ કરતાં ૬ ઓવરમાં ૪ વિકેટે ૮૬ રન બનાવ્યા હતા. જેમાં અનુભવી બેટ્સમેન રોબિન ઉથપ્પાએ ૧૧ દડામાં ૨૮ રન, ભરત ચિપલીએ ૨૪ રન અને કેપ્ટન દિનેશ કાર્તિકે અણનમ ૧૭ રનનું યોગદાન આપ્યું હતું.
જવાબમાં પાકિસ્તાનની ટીમે ૩ ઓવરમાં ૧ વિકેટે ૪૧ રન બનાવ્યા હતા, ત્યારે જ ભારે વરસાદ ત્રાટક્યો હતો અને રમત અટકાવવી પડી હતી. બાદમાં, ડકવર્થ-લુઈસ-સ્ટર્ન (ડીએલએસ) પદ્ધતિ મુજબ, ભારતીય ટીમને ૨ રનથી વિજયી જાહેર કરવામાં આવી હતી.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
