<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

ICCનો મોટો નિર્ણય: મહિલા ODI વર્લ્ડ કપમાં આઠને બદલે ૧૦ ટીમો રમશે

૨૦૨૯ થી શરૂ થનારા મહિલા ODI વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા આઠથી વધારીને દસ કરવાની મંજૂરી આપી : આનો ઉદ્દેશ્ય મહિલા ક્રિકેટમાં વૈશ્વિક ભાગીદારી, સ્પર્ધા અને ઉભરતા દેશો માટે તકોને પ્રોત્સાહન આપવાનો

 નવી દિલ્હી :  ICCએ મહિલા ODI વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા આઠથી વધારીને દસ કરવાનો નિર્ણય લીધો છે. ૨ નવેમ્બરના રોજ નવી મુંબઈમાં રમાયેલી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને ૫૨ રનથી હરાવીને ભારતે પહેલીવાર મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. ભારતીય ટીમે સેમિફાઇનલમાં સાત વખતના ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. ભારતીય મહિલા ટીમે સતત ત્રણ મેચ હારવા છતાં ફાઇનલમાં ટ્રોફી ઉંચકી હતી. ટીમ ઇન્ડિયાના ટાઇટલ જીતથી દેશભરમાં ઉજવણીનો માહોલ છે.

ICC એ એક નિવેદન જારી કરીને કહ્યું, "આ ઇવેન્ટની સફળતાને આગળ વધારવા માટે, ICC બોર્ડ ટુર્નામેન્ટની આગામી આવૃત્તિને 10 ટીમો (2025 માં 8 ટીમોથી) સુધી વિસ્તૃત કરવા સંમત થયું છે."

 

(10:04 PM IST)