તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th November 2025
ટી-૨૦ મેચમાં બુમરાહ અને અર્શદીપની જોડી હોય તો ભારતની જીતની ટકાવારી ૧૦૦ ટકા
ટી૨૦માં આ બન્ને માસ્ટર બ્લાસ્ટરની જોડી સાથે રમતા હોય ત્યારે આપણે લગભગ મેચ હારતા નથી

નવી દિલ્હીઃ શિવમ દુબે વિષે એવું કહેવામાં આવતું હતું કે તે જ્યારે જ્યારે ભારતના પ્લેઇંગ ૧૧ માં હોય છે ત્યારે ટીમ ઈન્ડિયા એકપણ ટી૨૦ મેચ હારી નથી. પરંતુ ઓસ્ટ્રેલિયાની ટુર દરમિયાન ટી૨૦ મેચમાં તેમની સ્ટ્રિકનો અંત આવ્યો. પણ એની સામે એક એવી જોડીનું નામ ઉભરીને સામે આવ્યું છે કે હવે તેમના ટીમ ઈન્ડિયાના પ્લેઇંગ ૧૧ માં હોવાથી પણ ભારત ક્યારેય હાર્યું નથી. અને આ માસ્ટર બ્લાસ્ટર જોડી છે જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિહ.
આ બે ફાસ્ટ બોલરો જ્યારે પણ ટીમમાં હોય છે ત્યારે તેઓ તબાહી મચાવે છે. ત્યારે તેમની જીતની ટકાવારી ૧૦૦ ટકા હોય છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને ચોથી વનડેમાં પણ આવું જ થયું હતું.
જસપ્રીત બુમરાહ સાથે અર્શદીપ સિંહે ભારે તબાહી મચાવી હતી. અર્શદીપને ત્રીજી વનડેમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો, તેણે ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે આ જોડીએ ચોથી વનડેમાં બે વિકેટ લીધી હતી. આ સાથે અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહની જોડીનો વિજય સિલસિલો ચાલુ રહ્યો છે. ભારતે અત્યાર સુધીમાં ૧૨ મેચ રમી છે જેમાં આ બે ખેલાડીઓ પ્લેઇંગ ઇલેવનમાં છે, અને ટીમ ઇન્ડિયાએ દરેક મેચ જીતી છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
