News of Friday, 7th November 2025
એશિયાના રોનાલ્ડો તરીકે ઓળખાતા સુનિલ છેત્રીએ નિવૃતિની કરી જાહેરાત?
અગાઉ નિવૃતિ લીધી હતી, પણ એશિયન કપ રમવા માટે નિવૃતિ પાછી ખેંચી લીધી હતી : ૯૫ ગોલ સાથે વિશ્વમાં સૌથી વધુ ગોલ કરનાર ચોથો ખેલાડીઃ વિરાટ કોહલીએ કહેલું' ભાઈ, તું મારા માટે હંમેશા ઈન્સ્પિરેશન રહીશ

બેંગ્લોર,તા.૦૭: ભારતીય ફૂટબોલના અમર હીરો, 'એશિયાના રોનાલ્ડો' તરીકે ઓળખાતા સુનિલ છેત્રીએ આજે તેમના લાંબા અને ગૌરવમય કાર્યકાળને વિદાય કહેવાની ઘોષણા કરી છે. ૪૦ વર્ષની ઉંમરે આ વેટરન સ્ટ્રાઈકરે જણાવ્યું કે તેઓ ૨૦૨૫-૨૬ ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ) સીઝન પછી વ્યાવસાયિક ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે. આ સમાચાર ભારતીય ફૂટબોલ પ્રેમીઓ માટે એક આઘાત જેવો છે, પરંતુ તેમાં તેમની અથાગ મહેનત અને દેશભક્તિની આખરી ઝલક પણ જોવા મળે છે.
સુનિલ છેત્રીએ આ વર્ષે જૂનમાં નેશનલ ટીમમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ પૂર્વ કોચ મનોલો માર્ક્વેઝની વિનંતીથી તેઓ AFC એશિયન કપ ૨૦૨૭ ક્વોલિફાયર્સ માટે પાછા ફર્યા હતા. દુર્ભાગ્યે, ભારતની ટીમ ક્વોલિફાયર્સમાંથી બહાર થઈ ગઈ, અને છેત્રીએ તેમના આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અહીં જ પૂરી કરી દીધી. તેમના નામે ૯૫ ગોલ સાથે ભારતના સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય ગોલસ્કોરરનો રેકોર્ડ છે, જે વિશ્વમાં ચોથો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી તેમને બનાવે છે માત્ર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનેલ મેસી અને અલી દાઈથી પાછળ.
બેંગ્લોર FCના કેપ્ટન છેત્રીએ તેમના કોચ ખાલિદ જમીલને પોતાના નિવૃત્તિના પ્લાન વિશે જણાવ્યું છે. ૪૨ વર્ષની ઉંમરે રમવું સરળ નથી. આ સીઝનમાં હું ૧૫ ગોલ કરવા માંગુ છું અને પછી બુટ્સ ટાંગી દઈશ. જો ગ્જ્ઘ્ આઈએસએલ જીતે અને એશિયાઈ ટુર્નામેન્ટમાં જઈએ, તો તે મારા કારકિર્દીને સ્વર્ણિમ સમાપ્તિ આપશે, તેઓએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા કહ્યું. છેત્રીએ વધુમાં કહ્યું, મારો એકમાત્ર અફસોસ એ છે કે આપણે ક્વોલિફાય કરી શક્યા નહીં. પરંતુ હું કોઈ પસ્તાવો વિના નિવૃત્તિ લઈશ.
છેત્રીની કારકિર્દી એક પ્રેરણાદાયી કથા છે. ૨૦૦૨માં મોહન બાગાનથી કારકિર્દી શરૂ કરીને, તેઓએ બેંગ્લોર જ્ઘ્ સાથે ચાર વખત આઈએસએલ ટાઈટલ જીત્યા, અને ભારતને AFC એશિયન કપમાં પહોંચાડ્યું. તેમના ૧૫૧ આંતરરાષ્ટ્રીય મેચોમાંથી મોટાભાગી વખતે તેઓ કેપ્ટન બનીને ટીમને લીડ કર્યા. તેમની ફિટનેસ, લીડરશિપ અને ગોલ-સ્કોરિગ ક્ષમતા ભારતીય યુવા પેઢી માટે રોલ મોડલ છે. ફૂટબોલ ફેન્સ અને સાથીઓએ તેમના નિવૃત્તિના નિર્ણય પર ભાવુક પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી છે.
વિશ્વ ફૂટબોલના આઈકોન વિયરી (ઈટાલી)એ ટ્વીટ કરીને કહ્યું, સુનિલ, તું એક લેજન્ડ છે. તારા જેવા ખેલાડી વારસો છોડી જાય છે. ભારતના ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલીએ પણ કહ્યું, ભાઈ, તું મારા માટે હંમેશા ઈન્સ્પિરેશન રહીશ. જય હિંદ! આઈએસએલ ૨૦૨૫-૨૬ સીઝનમાં છેત્રીના છેલ્લા પ્રયાસોને જોવા માટે ફેન્સ આતુર છે. તેમની નિવૃત્તિ પાર્ટીમાં BFC અને ભારતીય ફૂટબોલ એસોસિએશન તરફથી વિશેષ ટ્રિબ્યુટ આપવામાં આવશે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
