તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd November 2025
સાઉથ આફ્રિકાની મહિલા કેપ્ટને વર્લ્ડકપ ફાઈનલ પહેલા-ર૦ર૩ મેન્સ વર્લ્ડકપના ફાઇનલમાં અમદાવાદમાં પેટ કમિસની વાતનું પુનરાવર્તન કર્યુ
આશા છે અમે જીતીશુઃ જેથી દશૃકો શાંત પડી જશેઃ લૌરા વોલવોર્ડ

મુંબઇઃ ભારત અને સાઉથ આફ્રિકાની ફાઈનલ મેચ પહેલા વિરોધી ટીમની કેપ્ટન લૌરા વોલવોર્ડે એવી વાત કરી દીધી છે કે લોકો 2023માં અમદાવાદમાં પેટ કમિન્સે જે કર્યું હતું તેને યાદ કરી રહ્યા છે. ભારતી ટીમનો જુસ્સો વધારવા દર્શકોમાં ગજબનો ઉત્સાહ છે અને તેને લૌરા ઠંડો પાડવા માગે છે.
ભારત અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં મહિલા વર્લ્ડ કપની ફાઈનલ મેચ આજે રમાવાની છે. આ મેચ પહેલા બન્ને ટીમોમાં ગજબનો ઉત્સાહ છે. એક તરફ ભારતે સૌથી ખતરનાક ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી હતી તો બીજી તરફ સાઉથ આફ્રિકાએ પણ ઈંગ્લેન્ડને હરાવીને ઇતિહાસ રચ્યો હતો, ભારત અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમ અત્યાર સુધી ક્યારેય ચેમ્પિયન બની નથી એટલે આ વખતે વર્લ્ડ કપની ફાઈનલ બાદ એક નવી ચેમ્પિયન ટીમ મળશે.
જોકે, સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે મેચ પહેલા એક એવી વાત કરી છે કે બધાને અમદાવાદમાં 2023માં વર્લ્ડ કપની ફાઈનલ વખતે જે થયું હતું તેની યાદ આવી રહી છે. આ દરમિયાન પેટ કમિન્સે જે વાત કરી હતી તે જ માર્ગ પર સાઉથ આફ્રિકાની ટીમ આગળ વધતી દેખાઈ રહી છે. સેમીફાઈનલમાં જે પ્રકારનો રોમાંચ જોવા મળ્યો હતો તે પછી ફાઈનલ સ્ટેડિયમમાં બેસીને જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ છે અને ભારતીય સમર્થકોની સંખ્યા વધારે હશે તેને ધ્યાનમાં રાખીને લૌરા વોલ્વાર્ડે એક વાત કહી છે જેની સરખામણી અમદાવાદમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ પહેલા પેટ કમિન્સે કરી હતી તેની સાથે કરવામાં આવી રહી છે.
શનિવારે એક સવાલનો જવાબ આપીને ભારતીય દર્શકોને શાંત પાડવાની વાત કહી હતી, તેને પૂછવામાં આવ્યું હતું કે, મેદાનમાં ભારતીય સમર્થકોના કારણે વાદળી દરિયા જેવું દ્રશ્ય જોવા મળશે, આખું સ્ટેડિયમ ભારતીય ફેન્થી ભરેલું હશે, 90 ટકા કે તેનાથી વધારે ભારતીય ચાહકો સ્ટેડિયમમાં હશે, તમારો દર્શકોને શાંત પાડવાનો શું પ્લાન છે? આટલું સાંભળીને લૌરા હસી પડી હતી અને કહ્યું કે, આશા રાખીએ છીએ કે અમે જીતીશું, આમ થવાથી તેઓ (મેદાનમાં બેઠેલા દર્શકો) શાંત પડી જશે
આ સિવાય લૌરા કહે છે કે, આ મેચ જરાય સરળ નહીં હોય, તમે જાણો છો કે (સ્ટેડિયમમાં) તમામ દર્શકો ભારતનો સાથ આપવા માટે ઉમટી પડવાના છે, મને લાગે છે કે સ્ટેડિયમની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, અમે આ તકને લઈને ઉત્સુક છીએ.. પરંતુ આવી સ્થિતિમાં તેમના (ભારતીય ટીમ) પર પણ દબાણ હશે, કારણ કે આટલા બધા લોકો બેઠા હશે તેઓ એવું જ ઈચ્છતા હશે કે ભારતની જીત થાય. જેથી અમે આ પ્રેશરનો લાભ ઉઠાવવામાં સફળ થઈએ તેવી આશા રાખું છું.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
