<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

ભારત-ઓસ્‍ટ્રેલીયા ત્રીજો ટી-ર૦: ટીમ ઇન્‍ડીયાને જીતવા ૧૮૭ રનની જરૂર

ભારતે જીતેશ કર્મા, અર્શદિપ અને વોશીંગ્‍ટનને મેદાનમાં ઉતાર્યાઃ અર્શદિપને ૩ તથા અક્રવર્તીને ર વિકેટ

સીડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20I શ્રેણીની ત્રીજી મેચ માટે ભારતીય ટીમે મોટા ફેરફારો સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે. બીજી મેચમાં મળેલી હાર બાદ, કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્લેઇંગ ઇલેવનમાં એક બે નહીં, પરંતુ કુલ ત્રણ ખેલાડીઓને બહાર કરવાનો મોટો નિર્ણય લીધો છે.

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને જાહેરાત કરી હતી કે પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ ફેરફારો કરવામાં આવ્યા છે. વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન, ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને સ્પિનર કુલદીપ યાદવને ટીમમાંથી બહાર કરાયા છે.

નોંધનીય છે કે, હર્ષિત રાણાએ બીજી ટી20 મેચમાં બેટથી પ્રદર્શન કર્યું હતું, પરંતુ બોલિંગમાં તે ખાસ અસર છોડી શક્યો નહોતો. જ્યારે સંજુ સેમસન અને કુલદીપ યાદવ પણ અગાઉની મેચોમાં જોઈએ તેવો પ્રભાવ પાડી શક્યા નહોતા.

સંજુ સેમસન, હર્ષિત રાણા અને કુલદીપ યાદવના સ્થાને જીતેશ શર્મા, અર્શદીપ સિંહ અને વોશિંગ્ટન સુંદરને પ્લેઇંગ 11 માં સ્થાન મળ્યું છે. આ સિરીઝમાં આ ત્રણેય ખેલાડીઓને પ્રથમ વખત રમવાની તક આપવામાં આવી છે. શ્રેણીમાં 1 0 થી પાછળ રહેલી ટીમ ઇન્ડિયા માટે આ મેચ જીતવી અત્યંત મહત્વપૂર્ણ છે. શ્રેણી જીતવાની કે તેમાં ટકી રહેવાની આશા જાળવી રાખવા માટે ભારતે આ મેચ કોઈપણ ભોગે જીતવી જ પડશે.

(3:32 PM IST)