તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd November 2025
બાબર આઝમે કોહલીને પાછળ છોડ્યોઃ ટી-ર૦ માં ૪૦ વખત ફિફટી ફટકારી
દક્ષિણ આફ્રિકા સામે પાકિસ્તાને ૩ ટી-ર૦ મેચની સીરીઝ ર-૧ થી જીતીઃ અંતિમ મેચમાં બાબરે ૬૮ રન બનાવ્યા

લાહોર: પાકિસ્તાને દક્ષિણ આફ્રિકા સામે ઘર આંગણે રમાયેલી 3 T20I મેચની સિરીઝ 2-1થી જીતી લીધી છે, આ સિરીઝની છેલી મેચમાં પાકિસ્તાન દિગ્ગજ બેટર બાબર આઝમે ફિફ્ટી ફટકારી હતી, આ સાથે જ તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે, હવે બાબર T20Iમાં સૌથી વધુ વખત 50+ સ્કોર કરનાર ખેલાડી બની ગયો છે.
બાબર આઝમ લાંબા સમય બાદ દક્ષિણ આફ્રિકા સામેની T20I સિરીઝમાં પરત ફર્યો હતો. ત્રણ મેચની સિરીઝની પહેલી બેમાં તે ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો, પરંતુ છેલ્લી મેચમાં તેણે ફિફ્ટી ફટકારી અને ટીમને જીત આપવી.
છેલ્લી T20I મેચમાં બાબર આઝમે 47 બોલમાં 68 રન બનાવ્યા, જેમાં તેણે 9 ચોગ્ગા ફટકાર્યા. આ સાથે, તે વિરાટ કોહલીને પાછળ છોડીને T20I ક્રિકેટમાં સૌથી વખત 50+ વધુ સ્કોર કરનાર ખેલાડી બની ગયો છે. T20I ક્રિકેટમાં બાબરે 40 વખત 50+ સ્કોર બનાવ્યો છે, જેમાં ત્રણ સદીનો પણ સમવેશ થાય છે, જ્યારે કોહલીએ 39 વખત 50+નો સ્કોર બનાવ્યો છે. નોંધનીય છે કે વિરાટે T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ પણ લઈ લીધી છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
