News of Tuesday, 28th October 2025
રોહિતની સદી અદભુત હતી, વિરાટનો પણ શાનદાર ફિનિશીંગ હતોઃ કોચ ગૌતમ ગંભીર

નવી દિલ્હીઃ ત્રીજા વન-ડેમાં જીત બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ડ્રેસિગ રૂમમાં ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચેની ૬૯ રનની ઓપનિગ ભાગીદારીની પ્રશંસા કરી, તેને ૨૩૭ રનના પીછો કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી. ત્યારબાદ ગંભીરે રોહિત અને કોહલીની અણનમ ૧૬૮ રનની ભાગીદારીને શાનદાર ગણાવી.
કોચ ગંભીરે કહ્યું, બેટિંગની વાત કરીએ તો, જ્યારે સ્કોર કોઈ વિકેટ ગુમાવ્યા વિના ૬૦ રન હતો ત્યારે શુભમન અને રોહિત વચ્ચેની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. અને પછી રોહિત અને વિરાટ વચ્ચે ભાગીદારી થઈ. રોહિતની સદી અદ્ભુત હતી. તે ખૂબ જ સારી વાત છે કે તમે મેચ પૂરી કરી. વિરાટનો પણ શાનદાર ફિનિશિગ હતો.
આ નિવેદન બીસીસીઆઇ દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં દેખાયું છે. ગંભીરે ખુશી વ્યક્ત કરી કે રોહિત અને કોહલી બંને ચેઝ કરવામાં અણનમ રહ્યા અને ટીમને વિજય તરફ દોરી. તેમણે કહ્યું, મને લાગે છે કે ટીમના દ્રષ્ટિકોણથી તે ખૂબ જ મહત્વપૂર્ણ હતું કે બંનેએ મેચ પૂરી કરી.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
