<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

મહિલા વન-ડે વિશ્વ કપ: ભારત સેમિફાઇનલમાં ૩૦ ઓક્ટોબરે રમશે, છેલ્લો લીગ મેચ પણ વરસાદમાં ધોવાયો

નવી મુંબઈ: આઈસીસી મહિલા વન-ડે વિશ્વ કપ ૨૦૨૫ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. જોકે, ટૂર્નામેન્ટમાં વરસાદે અનેક મેચોમાં વિઘ્ન પાડ્યું છે. રવિવારે (૨૬ ઓક્ટોબર, ૨૦૨૫) ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારો લીગનો છેલ્લો મેચ પણ વરસાદના કારણે ધોવાઈ ગયો હતો. આ મેચ પણ વરસાદના કારણે રદ થતાં બંને ટીમોને ૧-૧ પોઈન્ટ વહેંચવામાં આવ્યો હતો.

જોકે, ભારતીય ટીમ અગાઉ જ સેમિફાઇનલમાં પહોંચી ચૂકી હતી. પોઈન્ટ્સ ટેબલના આધારે, ટીમ ઈન્ડિયા હવે ૩૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં બીજી સેમિફાઇનલ મેચ રમશે. 

સૂત્રો અનુસાર, સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૧ પોઈન્ટ સાથે ટોપ પર છે, જ્યારે સાઉથ આફ્રિકા ૧૦ પોઈન્ટ સાથે બીજા સ્થાને અને ઈંગ્લેન્ડ ૯ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

 

(10:28 AM IST)