<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

રોહિત શર્માએ ક્રિકેટમાંથી લીધો સન્યાસ ? :લખ્યું - છેલ્લી વાર, સિડનીને અલવિદા': આ કેપ્શને હડકંપ મચાવી દીધી

ઘરે પાછા ફરતા પહેલા તેણે પોતાના એક્સ એકાઉન્ટ પર એક ઇમોશનલ પોસ્ટ પોસ્ટ કરી.

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે મેચમાં લાંબા સમય પછી રોહિત શર્મા પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યો અને તેને મેદાન પર રનની રમઝટ બોલાવી હતી. તેણે 121 રનની ઇનિંગ રમીને એકલા હાથે ટીમને 9 વિકેટથી જીત અપાવી. સીરીઝમાં તેના ઉત્તમ પ્રદર્શન બદલ રોહિતને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. આ સીરીઝમાં રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50 સદી પૂર્ણ કરી. તેણે ટેસ્ટમાં 12, વનડેમાં 33 અને ટી20માં પાંચ સદી ફટકારી છે. 

   ટીમ ઈન્ડિયાની ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે સીરીઝ પૂર્ણ થઈ ગઈ છે. ભારતના દિગ્ગજ ખેલાડી રોહિત શર્માને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં તેણે એક અડધી સદી અને એક અણનમ સદી ફટકારી હતી. જોકે ભારતે ત્રણમાંથી માત્ર એક જ મેચ જીતી હતી, પરંતુ રોહિત અને વિરાટ જે રીતે રમ્યા તેનાથી 2027ના વર્લ્ડ કપ માટે તેમની આશા જીવંત રહી.

  પરંતુ હવે આ સીરીઝ પછી રોહિત શર્મા સ્વદેશ પરત ફર્યા છે. ઘરે પાછા ફરતા પહેલા તેણે પોતાના એક્સ એકાઉન્ટ પર એક ઇમોશનલ પોસ્ટ પોસ્ટ કરી. આ પોસ્ટમાં તેણે લખ્યું, "સિડનીને છેલ્લી વાર અલવિદા." નોંધનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વનડે સિડનીમાં રમાઈ હતી. હવે રોહિતની આ પોસ્ટએ ચર્ચા જગાવી છે. ઓસ્ટ્રેલિયા સીરિઝ બાદ રોહિત શર્માએ લીધો સંન્યાસ?.

આ સીરીઝમાં રોહિત શર્મા હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50 સદી સુધી પહોંચી ગયો છે. તેણે ટેસ્ટમાં 12 સદી, વનડેમાં ૩૩ અને ટી20માં 5 સદી ફટકારી છે. આનો અર્થ એ થયો કે તેણે કુલ 50 સદી ફટકારી છે. 

ત્રીજી ODIમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરીને 236 રન બનાવ્યા. બેટ્સમેનોના નબળા પ્રદર્શનને કારણે ટીમ 50 ઓવર પૂર્ણ કરી શકી નહીં. ભારત તરફથી હર્ષિત રાણાએ સારી બોલિંગ કરી અને ચાર વિકેટ લીધી. આ પછી ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. રોહિત શર્માએ 121 રન બનાવ્યા, જ્યારે વિરાટ કોહલીએ 74 રન કર્યા. કેપ્ટન શુભમન ગિલે પણ 24 રન કર્યા. આ ખેલાડીઓના કારણે જ ટીમને જીત મળી. રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 125 બોલમાં 121 રન કર્યા, જેમાં 13 ચોગ્ગા અને ત્રણ છગ્ગા પણ સામેલ છે. તેની સદીએ મેચને સંપૂર્ણપણે એકતરફી બનાવી દીધી અને ભારતે મેચ સરળતાથી જીતી લીધી.

 

(6:41 PM IST)