News of Sunday, 26th October 2025
IND vs AUS T20 : નીતિશ રેડ્ડીની ફિટનેસનો સસ્પેન્સ સમાપ્ત, યુવા ઑલરાઉન્ડર ઑસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે
બીજી ODI માં ઈજા બાદ અટકળોનો અંત; BCCI એ ફિટ જાહેર કર્યા, ૨૯ ઓક્ટોબરથી શરૂ થતી T20 શ્રેણી માટે ભારતીય ટીમને મોટી રાહત.

નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૯ ઓક્ટોબરથી કેનબેરામાં શરૂ થનારી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ માટે રાહતના સમાચાર છે. યુવા ફાસ્ટ બોલર અને ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને સંપૂર્ણ રીતે ફિટ જાહેર કરવામાં આવ્યા છે.
નીતિશ રેડ્ડીને બીજી ODI મેચ દરમિયાન ડાબા ક્વાડ્રિસેપ્સમાં ઈજા થઈ હતી, જેના કારણે તે ત્રીજી ODIમાં રમી શક્યા નહોતા. તેમની ઈજા બાદ, તેઓ T20 શ્રેણીમાંથી બહાર થઈ શકે છે તેવી અટકળો ચાલી રહી હતી. જોકે, ક્રિકબઝના અહેવાલ મુજબ, BCCI મેડિકલ ટીમે તેમને લીલી ઝંડી આપી દીધી છે.
નીતિશનો રેકોર્ડ:
૨૨ વર્ષીય નીતિશ કુમાર રેડ્ડીએ અત્યાર સુધીમાં ભારત માટે ૨ ODI (૨૭ રન) અને ૪ T20I (૯૦ રન અને ૩ વિકેટ) રમી છે. તેમનો ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામેનો આગામી પડકાર તેમના માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
ભારત-ઓસ્ટ્રેલિયા T20I શ્રેણીનું સમયપત્રક
પહેલી T20 : ૨૯ ઓક્ટોબર : મનુકા ઓવલ (કેનબેરા)
બીજી T20 : ૩૧ ઓક્ટોબર : મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ
ત્રીજી T20 : ૨ નવેમ્બર : બેલેરાઇવ ઓવલ (હોબાર્ટ)
ચોથી T20 : ૬ નવેમ્બર : ગોલ્ડ કોસ્ટ
પાંચમી T20 : ૮ નવેમ્બર : ગાબ્બા (બ્રિસ્બેન)
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, રિંકુ સિંહ, અક્ષર પટેલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, અભિષેક શર્મા, તિલક વર્મા, વોશિંગ્ટન સુંદર, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
