તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th October 2025
સિડની ODI માં ભારત માટે ચિંતાજનક સમાચાર: સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર કેચ લેતા ઘાયલ, પીડાથી કણસતો મેદાન છોડ્યો
એલેક્સ કેરીનો શાનદાર કેચ પકડ્યા બાદ જમણી બાજુ પડતા ઐયરને ઈજા; ભારત શ્રેણી હાર્યા બાદ અંતિમ મેચમાં ઈજાથી મુશ્કેલી વધી.

સિડની: ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ ODI મેચમાં ટીમ ઈન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થતાં પીડાથી કણસતો મેદાન છોડી ગયો હતો.
આ ઘટના ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની ૩૪મી ઓવરમાં બની. ફાસ્ટ બોલર હર્ષિત રાણાની ઓવરમાં ઓસ્ટ્રેલિયન વિકેટકીપર-બેટ્સમેન એલેક્સ કેરીએ શોટ રમ્યો, જે બેટની કિનારી લઈને હવામાં ગયો.
બાઉન્ડ્રી તરફ દોડીને શ્રેયસ ઐયરે યોગ્ય સમયે ડાઇવ લગાવીને કેરીનો શાનદાર કેચ પૂરો કર્યો.
જોકે, કેચ પૂર્ણ કર્યા પછી તે જમણી બાજુએ ભારે પડ્યો, જેના કારણે તેને ઈજા થઈ.
જમીન પર પડ્યા બાદ શ્રેયસ ઐયર સ્પષ્ટપણે પીડામાં જોવા મળ્યો.
તેની ગંભીર હાલત જોતાં, ફિઝિયો તરત જ મેદાનમાં દોડી આવ્યા હતા, અને આખરે ઐયરને મેદાન છોડીને જવું પડ્યું હતું.
ભારત માટે આ સમાચાર ચિંતાજનક છે, કારણ કે ટીમ પહેલાથી જ શ્રેણી ગુમાવી ચૂકી છે અને આ મેચ પ્રતિષ્ઠા માટે રમી રહી છે. શ્રેયસ ઐયરની ઈજાની ગંભીરતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
