<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

વિરાટ કોહલીનું બેટ શાંત, પણ હાથની ચપળતાએ રચ્યો ઇતિહાસ: સિડનીમાં 'કિંગ કોહલી'એ સ્મિથ-બોર્ડરનો રેકોર્ડ તોડ્યો

બેટિંગ કર્યા વિના જ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે લીધો ૭૭મો કેચ; એક ટીમ સામે વિકેટકીપર સિવાય સૌથી વધુ કેચ લેવાનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો.

સિડની: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ ODI શ્રેણીમાં વિરાટ કોહલીનું બેટ ભલે પહેલી બે મેચમાં શાંત રહ્યું હોય, પરંતુ તેના શાનદાર ફિલ્ડિંગે ઇતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ દરમિયાન, કોહલીએ એક એવો માઇલસ્ટોન હાંસલ કર્યો, જેનાથી તે ઓસ્ટ્રેલિયન દિગ્ગજો સ્ટીવ સ્મિથ અને એલન બોર્ડરથી આગળ નીકળી ગયો છે, એટલું જ નહીં, તેણે મહેલા જયવર્ધનેને પણ પાછળ છોડી દીધો છે.
બેટિંગ વિના તોડ્યો રેકોર્ડ: વાસ્તવમાં, વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ એક ટીમ સામે સૌથી વધુ કેચ લેનારો વિકેટકીપર સિવાયનો ખેલાડી બની ગયો છે.
 ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની ૨૩મી ઓવરના ત્રીજા બોલ પર, વોશિંગ્ટન સુંદર સામેના એક શૉટને સ્ક્વેર લેગ પર ઉભેલા કોહલીએ બુલેટ સ્પીડથી પકડ્યો.
 આ શાનદાર કેચ સાથે, કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે તેનો ૭૭મો કેચ લીધો.
: ખેલાડી : ટીમ સામે કેચ :
: વિરાટ કોહલી : ૭૭ (ઓસ્ટ્રેલિયા સામે) - નવો વિશ્વ રેકોર્ડ :
: સ્ટીવ સ્મિથ : ૭૬ (ઇંગ્લેન્ડ સામે) :
: મહેલા જયવર્ધને : ૭૨ (ઇંગ્લેન્ડ સામે) :
ઓસ્ટ્રેલિયા ૨૩૬ રનમાં ઓલઆઉટ:
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીની આ સિદ્ધિ વચ્ચે, પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૩૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બોલર હર્ષિત રાણાએ ૮.૪ ઓવરમાં ૩૯ રન આપીને ચાર વિકેટ લઈને કાંગારૂ બેટિંગ લાઇન-અપને તોડી પાડી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેટ રેનશોએ સૌથી વધુ ૫૬ રન બનાવ્યા હતા.
ભારત પ્રથમ બે વનડે હારીને શ્રેણી ગુમાવી ચૂક્યું છે, ત્યારે સિડનીમાં પ્રતિષ્ઠા બચાવવા માટે ભારતીય ટીમને ૨૩૭ રનનો લક્ષ્યાંક પાર કરવાનો છે.

(3:25 PM IST)