તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd October 2025
ભારત વિ ઓસ્ટ્રેલિયા: શ્રેણી બચાવવા 'કરો યા મરો' જંગ: રોહિત-કોહલી પર સૌની નજર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે, ૨૩ ઓક્ટોબરે, ત્રણ વનડે મેચોની શ્રેણીની બીજી અને નિર્ણાયક મેચ એડિલેડ ઓવલ ખાતે રમાશે. પ્રથમ મેચમાં હારનો સામનો કર્યા બાદ કેપ્ટન શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ માટે આ 'કરો યા મરો'નો મુકાબલો છે. શ્રેણીમાં ૧-૦થી પાછળ ચાલી રહેલી ટીમ ઈન્ડિયાએ શ્રેણી જીવંત રાખવા માટે આ મેચ જીતવી ફરજિયાત છે.
આ મેચ ભારતીય સમયાનુસાર સવારે ૯ વાગ્યે શરૂ થઈ રહ્યો છે, જ્યારે ટોસ સવારે ૮:૩૦ વાગ્યે ઉછાળવામાં આવશે. ક્રિકેટ ચાહકોની નજર ખાસ કરીને વરિષ્ઠ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શન પર ટકેલી છે, જેઓ પ્રથમ વનડેમાં નિષ્ફળ રહ્યા હતા.
એડિલેડની પીચ સ્પિનરોને મદદરૂપ સાબિત થઈ શકે છે, તેથી પ્લેઇંગ ઇલેવનમાં કુલદીપ યાદવને વોશિંગ્ટન સુંદરના સ્થાને તક મળે તેવી પ્રબળ શક્યતા છે. યુવા ઓપનર યશસ્વી જાયસ્વાલને ફરી એકવાર બેન્ચ પર બેસવું પડી શકે છે.
આ મેચનું જીવંત પ્રસારણ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. આ ઉપરાંત, દર્શકો ડિજિટલ પ્લેટફોર્મ પર જિઓહોટસ્ટાર એપ અને વેબસાઇટ પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકશે.
(9:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
