તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st October 2025
રોમાંચક અંત: મહિલા વર્લ્ડ કપમાં શ્રીલંકાનો 'નાટકીય' વિજય! બાંગ્લાદેશને છેલ્લી ઓવરના ૪ બોલમાં ૪ વિકેટ ઝડપીને સેમિફાઇનલની આશા જીવંત રાખી
શ્રીલંકાની કેપ્ટન ચમારી અથાપથુએ ૪ વિકેટ લઈને બાંગ્લાદેશના તમામ પ્રયાસો પર પાણી ફેરવી દીધું. આ ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશની આ પાંચમી હાર છે, જેનાથી તેમનું અભિયાન સમાપ્ત

નવી મુંબઈ : આઈસીસી મહિલા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ગઈકાલે રાત્રે ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે રમાયેલી રોમાંચક મેચમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને માત્ર ૭ રનથી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશવાની પોતાની આશાઓ જીવંત રાખી છે.
અંતિમ ઓવરનો અવિશ્વસનીય રોમાંચ
મેચના અંતે અવિશ્વસનીય નાટક જોવા મળ્યું. ૨૦૩ રનના લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશ એક સમયે ૪૫.૧ ઓવરમાં ૪ વિકેટે ૧૭૬ રન બનાવીને મજબૂત સ્થિતિમાં હતું. અંતિમ ઓવરમાં તેમને જીતવા માટે માત્ર ૯ રનની જરૂર હતી.
જોકે, શ્રીલંકાની કેપ્ટન ચમારી અથાપથુએ બોલ હાથમાં લીધો અને કમાલ કરી દીધો! તેણે પહેલ ચાર બોલમાં જ ચાર વિકેટ ઝડપીને બાંગ્લાદેશની આખી ટીમને વેરવિખેર કરી દીધી. બાંગ્લાદેશ ૫૦ ઓવરમાં ૯ વિકેટે માત્ર ૧૯૫ રન જ બનાવી શક્યું.
કેપ્ટન અથાપથુનો દમદાર દેખાવ
શ્રીલંકાએ હસિની પરેરાના ૮૫ રનની મદદથી ૪૮.૪ ઓવરમાં ૨૦૨ રન બનાવ્યા હતા. જવાબમાં, બાંગ્લાદેશ માટે કેપ્ટન નિગાર સુલતાનાએ ૭૭ રન અને શર્મીન અખ્તરે અણનમ ૬૪ રન બનાવીને લડત આપી હતી.
પરંતુ બોલિંગમાં ચમારી અથાપથુએ ૪ વિકેટ લઈને બાંગ્લાદેશના તમામ પ્રયાસો પર પાણી ફેરવી દીધું. આ ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશની આ પાંચમી હાર છે, જેનાથી તેમનું અભિયાન સમાપ્ત થયું છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
