તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th October 2025
ટીમ ઇન્ડીયાએ સતત ૧૭ મી વાર ટોસ હાર્યો
છેલ્લે બે વર્ષ પહેલા ર૦ર૩ ના વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડ સામે ટોસ જીત્યો હતો

પર્થઃ ટોસ અંગે ટીમ ઇન્ડીયાની કમનસીબી આગળ વધી છે. ભારત સતત ૧૬મી વખત ટોસ હાર્યુ છે. ઓસ્ટ્રેલિયા સામેની આ પહેલી વનડેમાં ભારત સતત 16મી વનડે ટોસ હારી ગયું, જે ચિંતાજનક આંકડો છે. ભારતે છેલ્લે 2023ના ODI વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ટોસ જીત્યો હતો, જ્યારે તેણે વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી ભારતે દરેક વનડેમાં ટોસ ગુમાવ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. આ મેચમાં શુભમન ગિલ પ્રથમ વખત કેપ્ટન તરીકે વનડેમાં મેદાનમાં ઉતર્યો છે. બીજી બાજુ, ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ મિશેલ માર્શ કરી રહ્યા છે કારણ કે પેટ કમિન્સ આ મેચમાં હાજર નથી.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
