News of Saturday, 18th October 2025
ગુવાહાટીમાં ગર્વની ક્ષણ: તન્વી શર્મા BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ 2025ની ગર્લ્સ સિંગલ્સની ફાઇનલમાં!
આ સાથે તેણે અપર્ણા પોપટ (૧૯૯૬), સાઇના નેહવાલ (૨૦૦૬, ૨૦૦૮), સિરિલ વર્મા (૨૦૧૫) અને શંકર મુથુસામી (૨૦૨૨) જેવા દિગ્ગજોના એલીટ ગ્રુપમાં પોતાનું નામ ઉમેર્યું

ગુવાહાટી : ગુવાહાટીના નેશનલ સેન્ટર ઑફ એક્સેલન્સ ખાતે ચાલી રહેલી પ્રતિષ્ઠિત BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ 2025માં ભારતની ઉભરતી સ્ટાર તન્વી શર્માએ ગર્લ્સ સિંગલ્સની ફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ મેળવી લીધો છે.
માત્ર ૧૬ વર્ષની આ યુવા શટલરે સેમિફાઇનલમાં ચીનની મજબૂત ખેલાડી લિયુ સી યાને કોઈ તક ન આપી. તન્વીએ ૧૫-૧૧, ૧૫-૯ના સીધા સ્કોરથી આસાન જીત મેળવી, અને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.
તન્વી શર્મા હવે વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારી પાંચમી ભારતીય બેડમિન્ટન ખેલાડી બની ગઈ છે, જે એક મોટું સન્માન છે. આ સાથે તેણે અપર્ણા પોપટ (૧૯૯૬), સાઇના નેહવાલ (૨૦૦૬, ૨૦૦૮), સિરિલ વર્મા (૨૦૧૫) અને શંકર મુથુસામી (૨૦૨૨) જેવા દિગ્ગજોના એલીટ ગ્રુપમાં પોતાનું નામ ઉમેર્યું છે.
સમગ્ર દેશની નજર હવે તન્વી પર છે, જે આવતીકાલે ઇતિહાસ રચવા અને ગોલ્ડ મેડલ જીતવા માટે મેદાનમાં ઉતરશે. ભારતીય બેડમિન્ટન માટે આ યુવા પ્રતિભા એક ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે!
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
