<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

હા, હું રમવા માંગુ છું રોહિત શર્માએ વન-ડે વર્લ્‍ડ કપમાં રમવાની ઈચ્‍છા જાહેર કરી

એક બાળકે સવાલ પૂછયો ત્‍યારે હીટમેને હસતા હસતા જવાબ આપ્‍યો

પર્થઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્‍ટન અને દિગ્‍ગજ ઓપનર રોહિત શર્માએ પોતાના ક્રિકેટ ભવિષ્‍ય અંગે મોટો ખુલાસો કર્યો છે. રોહિતે ૨૦૨૭માં દક્ષિણ આફ્રિકા, ઝિમ્‍બાબ્‍વે અને નામિબિયામાં સંયુક્‍ત રીતે આયોજિત થનારા આઈ.સી.સી. વન ડે ઇન્‍ટરનેશનલ વર્લ્‍ડ કપમાં રમવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરી છે.

વાયરલ વીડિયોમાં ખુલાસોઃ મેક-અ-વિશ ફાઉન્‍ડેશનના એક કિશોર ક્રિકેટર સાથેની વાતચીતનો વીડિયો વાયરલ થયો, જેમાં બાળકે પૂછ્‍યું કે શું તમે ૨૦૨૭નો વર્લ્‍ડ કપ રમશો?, જેના જવાબમાં ૩૮ વર્ષીય રોહિત શર્માએ હસીને કહ્યું: હા, હું રમવા માંગુ છુંૅ

કોહલીનું ભવિષ્‍યઃ રોહિતના આ નિવેદન પછી ક્રિકેટ ચાહકોમાં વિરાટ કોહલીના ૨૦૨૭ના વર્લ્‍ડ કપમાં રમવા અંગે ફરી સવાલો ઊભા થયા છે. રોહિતની જેમ જ, કોહલી માટે પણ વન ડે ઇન્‍ટરનેશનલ એકમાત્ર સક્રિય આંતરરાષ્ટ્રીય ફોર્મેટ છે. જોકે મુખ્‍ય પસંદગીકાર અજીત અગરકરએ સ્‍પષ્ટ કર્યું છે કે બંને વરિષ્ઠ ખેલાડીઓ ટીમ માટે અત્‍યંત મહત્ત્વપૂર્ણ છે અને ટ્રાયલ પર નથી.

ઓસ્‍ટ્રેલિયા સિરીઝ રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય ટીમ સાથે ઓસ્‍ટ્રેલિયામાં છે. ભારતીય ટીમ આવતીકાલ, ૧૯ ઓક્‍ટોબરથી પર્થના ઑપ્‍ટસ સ્‍ટેડિયમમાં ઓસ્‍ટ્રેલિયા સામે ત્રણ મેચની ઓડીઆઇ શ્રેણી રમશે. આ શ્રેણી નવા ઓડીઆઇ કેપ્‍ટન શુભમન ગિલની કેપ્‍ટનશીપ હેઠળ રમાનારી પ્રથમ શ્રેણી છે, જેમાં રોહિત અને કોહલી અનુભવી ખેલાડીઓ તરીકે ગિલને માર્ગદર્શન આપશે.

(2:51 PM IST)