<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

ભારત અને ઓસ્ટ્રેલિયા ત્રણ ODI અને પાંચ T20I રમશે જાણો ક્યાં અને ક્યારે રમાશે ?:જુઓ સંપૂર્ણ સમયપત્રક

ભારતએ ચેમ્પિયન્સ ટ્રોફી, એશિયા કપ અને T20 વર્લ્ડ કપ જીત્યો પણ ઓસ્ટ્રેલિયાનો ઘરઆંગણે સામનો કરવો અતિ પડકારજનક:19 ઓક્ટોબરથી ફરી શરૂ થશે સિરીઝ

ભારતીય ક્રિકેટ ટીમ ભલે શાનદાર ટેસ્ટ ક્રિકેટ રમી રહી હોય. ભલે તેમણે તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી, એશિયા કપ અને T20 વર્લ્ડ કપ જીત્યો હોય, પણ ઓસ્ટ્રેલિયાનો તેના ઘરઆંગણે સામનો કરવો અતિ પડકારજનક છે. આ પડકાર 19 ઓક્ટોબરથી ફરી શરૂ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા આ વખતે ત્રણ ODI અને પાંચ T20I રમશે

ભારત-ઓસ્ટ્રેલિયા T20 સિરીઝ : પહેલી મેચ – 19 ઓક્ટોબર, પર્થ, સવારે 9 વાગ્યે: બીજી મેચ – 23 ઓક્ટોબર, એડિલે, સવારે 9 વાગ્યે, ત્રીજી મેચ – 25 ઓક્ટોબર, સિડની, સવારે 9 વાગ્યે

ભારત-ઓસ્ટ્રેલિયા T20 શ્રેણી: પહેલી મેચ – 29 ઓક્ટોબર, કેનબેરા, બપોરે 1.45 વાગ્યે,બીજી મેચ – 31 ઓક્ટોબર, મેલબોર્ન, બપોરે 1.45 વાગ્યે,ત્રીજી મેચ – 2 નવેમ્બર, હોબાર્ટ, બપોરે 1.45 વાગ્યે, ચોથી મેચ – 6 નવેમ્બર, ગોલ્ડ કોસ્ટ, બપોરે 1.45 વાગ્યે.પાંચમી મેચ – 8 નવેમ્બર, બ્રિસ્બેન, બપોર 1.45 વાગ્યે 

 ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. ભારત 54 માંથી 38 મેચ હારી ગયું છે, અને ઓસ્ટ્રેલિયા ફક્ત 14 મેચ જીતી શક્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં ફક્ત એક જ દ્વિપક્ષીય શ્રેણી જીતી છે. 2019 માં, વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ, ભારતે ઓસ્ટ્રેલિયાને ODI શ્રેણીમાં 2-1 થી હરાવ્યું હતું.

 ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2020 માં ઓસ્ટ્રેલિયામાં ODI શ્રેણી રમી હતી. ભારતે તે શ્રેણી 1-2 થી ગુમાવી હતી. ટીમ ઈન્ડિયા સિડનીમાં બંને ODI મેચ હારી ગઈ હતી, જેના કારણે શ્રેણી પણ હારી ગઈ હતી. ત્યારબાદ, તેઓએ કેનબેરામાં અંતિમ ODI જીતી હતી

(7:58 PM IST)